ગુજરાત

gujarat

ETV Bharat / state

કલોલ સંપૂર્ણ બંધઃ હૉસ્પિટલો, દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે - latest corona cases in gujarat

કલોલ શહેરમાં કોરોના સંક્રમણનું જોખમ વધી રહ્યું છે. એક જ પરિવારમાં અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા હોય તેવા અનેક કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગર કલેક્ટર દ્વારા કલોલ શહેરને સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કલોલમાં સંપૂર્ણ બંધ, માત્ર હોસ્પિટલો, દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે
કલોલમાં સંપૂર્ણ બંધ, માત્ર હોસ્પિટલો, દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે

By

Published : May 9, 2020, 12:36 PM IST

ગાંધીનગર: કલોલ શહેરમાં સતત વધી રહેલા કોરોના વાઇરસના કેસના પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કલોલ શહેરને સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર હોસ્પિટલો, દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. જેનો અમલ આજે સાંજે 6 વાગ્યાથી શરૂ થશે. ગાંધીનગર જિલ્લામાં કોરોના વાઇરસના કેસનો આંકડો 111 ઉપર પહોંચ્યો છે. જેમાં કલોલથી પણ કેસ સામે આવ્યા છે. આજે શનિવારે પણ કલોલમાં એક સાથે 6 કેસ સામે આવ્યા છે. જેથી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

ABOUT THE AUTHOR

...view details