ગુજરાત

gujarat

ETV Bharat / state

કલોલની શિક્ષિકાને વિધાર્થી પરત ફર્યા, કિશોરે કહ્યું, સંબંધીને ત્યાં ગયો હતો, શિક્ષિકાએ કહ્યું કામથી બહાર ગઇ હતી - કલોલ સિટી પોલીસ સ્ટેશન

ગાંધીનગરઃ કલોલની 26 વર્ષીય શિક્ષિકા અને ધોરણ-8માં અભ્યાસ કરતો 14 વર્ષીય કિશોર વચ્ચેની કથિત લવ સ્ટોરીનો સુખદ અંત આવતાં પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. પોતના દીકરાને શિક્ષિકા ભગાડી ગઈ હોવાના મામલે કિશોરના પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ કિશોર અને શિક્ષિકા કલોલમાં પરત ફર્યા હતા. બંનેએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યા હતા અને પોતે અલગ-અલગ સ્થળે ગયા હોવાનું જણાવી પ્રેમસંબંધ હોવાના આક્ષેપોને રદિયો આપ્યો હતો.

કલોલની શિક્ષિકાને વિધાર્થી પરત ફર્યા, કિશોરે કહ્યુ, સંબંધીને ત્યાં ગયો હતો, શિક્ષિકાએ કહ્યુ કામથી બહાર ગઇ હતી
કલોલની શિક્ષિકાને વિધાર્થી પરત ફર્યા, કિશોરે કહ્યુ, સંબંધીને ત્યાં ગયો હતો, શિક્ષિકાએ કહ્યુ કામથી બહાર ગઇ હતી

By

Published : Jan 22, 2020, 1:50 AM IST

Updated : Jan 22, 2020, 2:55 AM IST

કિશોરના પિતાએ કલોલ સિટી પોલીસ સ્ટેશનમાં શિક્ષિકા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, કલોલમાં રહેતો 14 વર્ષ 9 મહિનાનો કિશોર એક ખાનગી સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરે છે. કિશોરના પિતા કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે. ગત 17 જાન્યુઆરીએ સાંજે પિતા નોકરી પરથી ઘરે આવ્યા ત્યારે દીકરો ઘરે હાજર ન હતો. તેમણે આ અંગે પત્નીને પૂછતાં જાણવા મળ્યું હતું કે, કિશોર ચાર વાગ્યાથી બહાર ગયો છે અને કોઈને કશું કહ્યું નથી. પરિવારે આખી રાત તેની રાહ જોઈ હતી અને શોધવા પ્રયાસ કર્યો હતો.

કિશોર સાથે કંઈ અજુગતું થયું હોવાની આશંકા સાથે તેમણે શોધખોળ આદરી હતી. ગુમ કિશોરની શોધખોળ દરમિયાન તેમને સ્કૂલની શિક્ષિકા સાથે દીકરાને પ્રેમસંબંધ હોવાની માહિતી મળી હતી. શરૂઆતમાં તો તેમને વિશ્વાસ ન આવ્યો, પરંતુ આ મામલે વધુ તપાસ કર્યા બાદ તેઓ શિક્ષિકાના ઘરે પહોંચ્યા હતા. શિક્ષિકા પણ ઘરે ન મળતાં તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 26 વર્ષની શિક્ષિકા 14 વર્ષ નવ મહિનાના દીકરાને લલચાવી, ફોસલાવી નસાડી ગઈ હોવાના આક્ષેપ સાથે તેમણે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અત્યંત ચોંકાવનારા આક્ષેપોના પગલે પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી દીધી હતી.

ફરિયાદ નોંધાયા બાદ કિશોર અને શિક્ષિકા પરત આવી ગયા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કિશોરે પોતાના કોઈ સંબંધીને ત્યાં ગયો હોવાનું જણાવ્યું હતું. જ્યારે શિક્ષિકાએ પોતાના કામથી બહાર ગઈ હોવાનું નિવેદન આપ્યુ હતું. વિદ્યાર્થી સાથે પ્રેમસંબંધની વાતો ખોટી હોવાનો દાવો પણ શિક્ષિકાએ કર્યો હતો. જો કે પોલીસે આ મામલે કિશોર અને શિક્ષિકાના નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Jan 22, 2020, 2:55 AM IST

ABOUT THE AUTHOR

...view details