ગુજરાત

gujarat

ETV Bharat / state

CBIએ કે રાજેશ અને રફીક મેમણની ધરપકડ કરી, આગામી દિવસોમાં અમદાવાદ CBI કોર્ટમાં કરાશે રજૂ - અમદાવાદ CBI કોર્ટ

CBI દ્વારા IAS અધિકારી કે રાજેશ અને રફીક મેમણની ધરપકડ કરી લેવામાં (CBI Raid at Gandhinagar IAS Officer) આવી છે. અમદાવાદ ખાતેની CBI કોર્ટમાં (Ahmedabad CBI Court)તેને રજૂ કરવામાં આવશે. આ સમગ્ર કૌભાંડમાં બે વર્ષ બાદ CBI દ્વારા સત્તાવાર રીતે તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પહેલા ગુજરાત ACBમાં પણ આ બાબતની ફરિયાદ કે અરજી કરી હતી.

CBIએ કે રાજેશ અને રફીક મેમણની ધરપકડ કરી, આગામી દિવસોમાં અમદાવાદ CBI કોર્ટમાં કરાશે રજૂ
CBIએ કે રાજેશ અને રફીક મેમણની ધરપકડ કરી, આગામી દિવસોમાં અમદાવાદ CBI કોર્ટમાં કરાશે રજૂ

By

Published : May 20, 2022, 9:47 PM IST

ગાંધીનગર:CBI દ્વારા આજે ગુજરાત કેડરના IAS અધિકારી કે રાજેશની ફરિયાદના આધારે સવારે 8 કલાકની આસપાસ ઓફિસ અને નિવાસસ્થાને રેડ પાડવામાં (CBI Raid at Gandhinagar IAS Officer)આવી હતી. અંતે હવે સુરત ખાતેથી કે રાજેશના વચેટિયા તરીકે ફરજ બજાવતા રફીક મેમણની પણ અટકાયત કરી હતી. હવે CBI દ્વારા IAS અધિકારી કે રાજેશ અને રફીક મેમણની સત્તાવાર રીતેધરપકડ કરીલેવામાં આવી છે. આગામી દિવસોમાં અમદાવાદ ખાતેની CBI કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે.

સુરેન્દ્રનગરમાં કૌભાંડ -મળતી માહિતી પ્રમાણે અત્યારે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગના સચિવ તરીકેની ફરજ બજાવતા અને તત્કાલીન સુરેન્દ્રનગરના કલેકટર કે રાજેશ વિરુદ્ધ લાયસન્સ આપવા માટે લીધેલા 5 સરકારી જમીનની ફાળવણી (Arrested in IAS land scam)અને ગેરકાયદેસર રીતે સરકારી જમીનનો અન્ય વ્યક્તિને કબજો સોંપવા બાબતે અનેક લાંચ લેવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડમાં બે વર્ષ બાદ CBI દ્વારા સત્તાવાર રીતે તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પહેલા ગુજરાત ACBમાં પણ આ બાબતની ફરિયાદ કે અરજી કરી હતી. પરંતુ તેમ છતાં પણ કોઇ નિર્ણય ન આવતા ફરિયાદીએ દિલ્હી ખાતેની CBIમાં અરજી કરી હતી અને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના સમયે D ગેંગના સાગરીતોની ધરપકડ થવી એ ATS માટે કેમ થઈ ગંભીર બાબત

3 જગ્યાએ સર્ચ ઓપરેશન -સમગ્ર તપાસની વાત કરવામાં આવે તો CBI દ્વારા વહેલી સવારથી જ કે રાજેશની ઓફિસ અને ગાંધીનગરના નિવાસસ્થાન ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આંધ્ર પ્રદેશના રાજમુન્દ્રી વિસ્તારમાં કે રાજેશના નિવાસ્થાને પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં CBI દ્વારા અનેક દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ પણ કલેક્ટ કરવામાં આવ્યા છે. CBI દ્વારા ખાનગી કંપનીના માલિક અને કે રાજેશના મધ્યસ્થીની પણ ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત કેડરના અધિકારી -કે રાજેશની વાત કરવામાં આવે તો તેઓ વર્ષ 2011ની બેચના IAS અધિકારી છે અને પ્રથમ પોસ્ટિંગ તેઓને જૂનાગઢમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રાપ્ત થઈ હતી અને ત્યારબાદ તેઓને સુરેન્દ્રનગર કલેકટર તરીકે નિમણૂક આપવામાં આવી હતી. પરંતુ સુરેન્દ્રનગરમાં બંદુકના લાયસન્સ આપવા જમીનની ફેર બદલી આ તમામ ગામોમાં અનેક લાંચ લેવાની ફરિયાદો ઉઠી હતી. રાજ્ય સરકાર સમક્ષ ફરિયાદ આવતા જ્યારે IAS અધિકારીઓની બદલી આવી ત્યારે તેઓને ગૃહ વિભાગમાં બદલી કરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ ફરીથી કે રાજેશને સામાન્ય વહીવટી વિભાગમાં બદલી કરવાના હુકમ છૂટયા હતા જ્યારે ભાજપના જ એક નેતાને જમીન આપવામાં આવી અને સમગ્ર કૌભાંડ સામે આવ્યું હોવાની વિગતો પણ સૂત્રો તરફથી સામે આવી રહી છે.

આ પણ વાંચોઃIAS કે રાજેશના વચેટિયા રફીકની ધરપકડ, અધિકારી સામે જાણો વર્ષોથી કોણ કરી રહ્યું હતું ફરિયાદ

2019માં ફરિયાદી ગાંધીનગર પહોંચ્યા હતા -મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરમાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા કે રાજેશ જે તે સમયે સુરેન્દ્રનગરમાં જ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે જમીન કૌભાંડ બાબતે ફરિયાદી દ્વારા ACBમાં અનેક રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈપણ પગલાં ન લેવાતા ફરિયાદી ગાંધીનગર સુધી પહોંચ્યા હતા અને વિજય રૂપાણી સહિતના નેતાઓને ફરિયાદ કરી હતી ત્યારે હવે CBI દ્વારા સત્તાવાર રીતે ફરીથી તમામ કૌભાંડની તપાસ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details