ગુજરાત

gujarat

ETV Bharat / state

તમામ 26 બેઠકો જીતવા માટે ભાજપના જનસંર્પક અભિયાનનો પ્રારંભ - start

ગાંધીનગર: ભારતમાં જનસંપર્કની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે ગુજતારના ભાજપ અધ્યક્ષ જીતું વાઘાણીએ ગાંધીનગરના રૂપાલ ગામના વરદાયી માતાના મંદિરે દર્શન કરી જનસંપર્કનો શુભારંભ કર્યો હતો. રૂપાલ ગામમાં પાંડવોનું મહત્વ રહેલું છે. રૂપાલ ગામમાં ઘરે-ઘરે જઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓની પત્રિકાઓ આપી પ્રચારના પડઘમની શરૂઆત કરવામાં આવી હતી.

ફાઈલ ફોટો

By

Published : Mar 23, 2019, 7:37 PM IST

Updated : Mar 23, 2019, 8:02 PM IST

જીતુ વાઘાણીએ જણાવ્યું કે, મોદી 'મેરા ઘર ભાજપ કા ઘર'નું સૂત્ર ઘરે-ઘરે પહોંચે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. ફરી એકવાર મોદી સરકાર બને તે અર્થે જનસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. રૂપાલ ગામમાં 3 બુથ આવ્યા છે. ગાંધીનગરથી અમિત શાહ લડવાના છે જેનો મને આનંદ છે. મેં તેમના વતી પ્રચારની શરૂઆત કરીછે.

જીતું વાઘાણીએ જનસંપર્કનો કર્યો શુભારંભ

વધુંમાં તેમણે જણાવ્યુંં કે, ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ લડે એ માટે ગુજરાતના તમામ કાર્યકતા અને પ્રદેશ મંડળે બોર્ડનેરજૂઆત કરી હતી. અમિત શાહ બુથના કાર્યકતા છે અને હવે લોકસભા લડી રહ્યાં છેતે આનંદની વાત છે. અમિત શાહના કામ વિશે તમામ જાણે છે. સમગ્ર દેશમાં હાલ અમિત શાહના કાર્યકમ ચાલી રહ્યાં છે. કોઈ પક્ષના અધ્યક્ષ આ પ્રકારના પ્રવાસ નહીંકર્યા હોય. 26 બેઠકો પર કાર્યકતા સંમેલન મળશે.જેમાં તમામ ભાજપ નેતાઓ હાજર રહેશે. જયારે 26મીએ યોજાનારી બેઠકમાં UPના મુખ્યપ્રધાનયોગી આદિત્યનાથ કાર્યકતાને માર્ગદર્શન પૂરું પાડશે.

જવાહર ચાવડા વિશેજીતું વાઘણીએ કહ્યુંકે, જવાહર ચાવડા પોતેખુલાસો કર્યો છે.જેથી મારે કઈ કહેવાની જરૂર નથી. જ્યારે અમદાવાદની પૂર્વ બેઠક અંગેપૂછતાં જણાવ્યું હતું કે, પરેશ રાવલે સામેથી ચૂંટણી લડવાની ના પાડી છે, જેનો ખોટી રીતે પ્રચારકરવો જોઈએ નહીં. શુક્રવારેરાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઇહતી.જેમાં ભાજપના નેતાઓ હાજર રહ્યાં હતા. જેમાં તમામ બેઠકોની ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ નામની પેનલ મુજબ નામ આપવામાં આવ્યાછે, જે ટુંક સમયમાં તબક્કાવારજાહેર કરવામાં આવશે.

Last Updated : Mar 23, 2019, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details