ગાંધીનગર: કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ જુઠ્ઠી છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી શકતી નથી. કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ નથી. જીતુ વાઘાણીએ કહ્યું કે, રાજીનામાની વાત સામે આવી છે, છતાં કોંગ્રેસ કહી રહી છે કે, અમે અકબંધ છીએ. કોંગ્રેસના કોઇ ધારાસભ્યએ રાજીનામાં નથી આપ્યા. કોંગ્રેસનું ગમે તે થાય તેની તેમના આગેવાનોને ચિંતા નથી. બંધારણ અને લોકશાહીની વાતો કરતી કોંગ્રેસ ખુલ્લી પડી છે. જ્યારે હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વાંક કાઢે છે.
કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા મામલે જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયા - કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા
કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
જીતુ વાઘાણી
વધુમાં વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હજુ પણ ખુલાસો આપવા તૈયાર નથી. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને ગેરમાર્ગે દોરે છે. આવતીકાલે વિધાનસભા સ્પીકર જાહેરાત કરશે. ભાજપની ત્રણેય સીટો સુનિશ્ચિત થઈ છે. ભાજપના ત્રણેય આગેવાનો જીત મેળવશે. કોંગ્રેસને આવતીકાલ સુધી ફોર્મ પાછુ ખેંચવાનો સમય છે. તેમજ 4 ધારાસભ્યએ રાજીનામા આપ્યા છે. જે પણ આવશે પાર્ટી તેનું સ્વાગત કરશે.