ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમની વિવિધ કેડરમાં ફરજ બજાવતા વર્ગ-2, વર્ગ-3 અને વર્ગ-4ના અંદાજે 12,692થી વધુ ફિક્સ પગાર આધારિત કર્મચારીઓને અપાતા વેતનમાં બમણો વધારો કરાયો છે. જેના પરિણામે રાજ્ય સરકારને વધારાનું રૂ. 92.40 કરોડનું વાર્ષિક ભારણ થશે. રાજ્ય સરકારના આ નિર્ણયના પરિણામે એસ.ટી. નિગમના કર્મીઓને દિવાળીની ભેટ મળતાં ઉલ્લાસ પૂર્વક ઉજવી શકશે. આ નિર્ણયનો લાભ 16 ઓક્ટોબર 2019થી મળશે.
એસ.ટી નિગમના કર્મચારીઓની 'હેપ્પી દિવાળી', પગાર ભથ્થામાં કરાયો વધારો
ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમમાં ફરજ બજાવતા વર્ગ 4થી લઈને વર્ગ 2 સુધીના કર્મચારીઓની દિવાળી સુધરી ગઇ છે. સરકાર દ્વારા પગાર વધારાની માગ સ્વીકારવામાં આવી છે. ત્યારે આ પગાર વધારો ચાલુ મહિનાથી લાગુ કરી દેવામાં આવશે. 6 હજારથી લઈને 23 હજાર સુધીનો પગાર વધારો કરવામાં આવ્યો છે. આ પગાર વધારો ફીક્સ નોકરીમાં ફરજ બજાવતા 12,692 કર્મચારીઓને મળશે.
રાજ્ય સરકારની એસ.ટી કર્મચારીઓને દિવાળી ભેટ
પગાર વધારો કરાયો છે તેમાં સિનિયર અધિકારી વર્ગ-2નો 16,800 રૂપિયા પગાર હતો, જે 40 હજાર કરાયો છે. જુનિયર અધિકારી વર્ગ-2નો 14,800 રૂપિયા પગાર હતો જે 38 હજાર કરાયો છે. સુપરવાઈઝર વર્ગ-3 નો 14,500 રૂપિયા પગાર હતો જે 21 હજાર કરાયો છે. ડ્રાઈવર કમ કંડક્ટરનો 11 હજાર રૂપિયા પગાર હતો જે વધારીને 18 હજાર રૂપિયા કરાયો છે. એકમ કક્ષા વર્ગ-3નો 10 હજાર રૂપિયા હતો, જેને 16 હજાર રૂપિયા કરાયો છે. વર્ગ-4ના કર્મીઓનો 9 હજાર રૂપિયા પગાર હતો તેને 15 હજાર રૂપિયા કરાયો છે.
Last Updated : Oct 16, 2019, 2:42 PM IST