ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં 134846 વિદ્યાર્થીઓએ આપી ગુજકેટની પરીક્ષા, શાંત માહોલમાં પરીક્ષા પૂર્ણ - GDR

ગાંધીનગરઃ રાજ્યમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થયા બાદ આજે શુક્રવારે ગુજકેટની પરીક્ષા પૂર્ણ થઇ હતી. જેમાં સમગ્ર રાજ્યમાંથી 134846 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા નોંધાયા હતા. સવારે 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી અલગ અલગ 3 વિષયની પરીક્ષા લેવાઈ હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવ એમ. પી. મહેતાએ કહ્યું કે, શાંતિ પૂર્ણ માહોલમાં કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ વિના પરીક્ષા પૂર્ણ થઇ છે. સવારે 10 વાગ્યાથી જ વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર ઉપર પરીક્ષા આપવા પહોંચી ગયા હતા.

રાજ્યમાં 134846 વિદ્યાર્થીઓએ આપી ગુજકેટની પરીક્ષા, શાંત માહોલમાં પરીક્ષા પૂર્ણ

By

Published : Apr 26, 2019, 9:43 PM IST

રાજ્યમાં પેરામેડિકલ અને ફાર્મસી ક્ષેત્રે અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે હતી. ત્યારે આજે શુક્રવારે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાતની પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં સવારે 10થી 12 વાગ્યા દરમિયાન ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યું હતું. જ્યારે બપોરના 1થી 2 વાગ્યા દરમિયાન જીવ વિજ્ઞાન અને 3 થી 4 વાગ્યા દરમિયાન ગણિત વિષયની પરીક્ષાનું પેપર લેવામાં આવ્યું હતું. જેમાં A ગ્રુપના 56913, B ગ્રુપના 77478, જ્યારે AB ગ્રુપના 455 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા હતા.

રાજ્યમાં 134846 વિદ્યાર્થીઓએ આપી ગુજકેટની પરીક્ષા, શાંત માહોલમાં પરીક્ષા પૂર્ણ

માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવ એમ. પી. મહેતાએ કહ્યું કે, 34 કેન્દ્રોમાં, 607 બિલ્ડિંગમાં, 6800 કરતાં વધારે વર્ગખંડોમાં CCTV ની નજર હેઠળ પરીક્ષા લેવાઈ હતી. જ્યારે પરીક્ષામા ચોરી અટકાવવા ઓબ્ઝવર્ર પણ નીમવામાં આવ્યા હતા. પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી કોઈપણ ગેરરીતિનો બનાવ બન્યો ન હતો. જ્યારે પેપરમાં પણ કોઈપણ પ્રકારની ક્ષતિઓ સામે આવી નથી. ધોરણ 10 અને12ના પરીક્ષાના પરિણામને લઈને કહ્યું કે, માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઝડપથી પરિણામ આપવામાં આવે છે, તે રીતે જ આગામી સમયમાં પણ પરિણામ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details