ગાંધીનગર : કોંગ્રેસના ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે ત્રણ વર્ષ અગાઉ ધરમપુરના (Issue of Dharampur Talati) તલાટી-કમ-મંત્રી દારૂ પીતા પકડાયા હતા. જે કાર્યવાહી ન થતાં તે મુદ્દો ગૃહમાં (Gujarat Assembly 2022) ઉઠાવ્યો હતો.
દુનિયામાં કેટલાય ચોકીદાર આવ્યા અને ગયા : MLA વિક્રમ માડમ આ પણ વાંચો :Gujarat Assembly 2022: યુક્રેનથી બહાર નીકળવા માટે પાકિસ્તાની વિદ્યાર્થીઓએ પણ ઉઠાવ્યો ત્રિરંગો
વિક્રમ માડમ વિરોધ કરશે
વિક્રમ માડમે (Congress MLA Vikram Madam) જણાવ્યું હતું કે, આ તલાટી કમ મંત્રીની સરકારના લોકો (Issue of Talati in Gujarat Assembly) સાથે લાગવગ છે. ભાજપના જિલ્લા પ્રમુખ તેની પડખે છે. દારૂ કેસમાં ત્રણ વર્ષથી તેનો બ્લડ રિપોર્ટ આવતો નથી, જ્યારે ઇસુદાન ભાઈનો એક કલાકમાં આવી જાય છે. અનેક જગ્યાએ બદલી થાય તો પણ આ તલાટી જય સોનાગરા ફરી ધરમપુરમાં જ આવી જાય છે. તલાટી કમ મંત્રીએ લોકો પાસેથી 1.27 લાખ ઉઘરાવીને ચાઉ કરી લીધા છે. વિક્રમ માડમે જણાવ્યું હતું કે, જો આ તલાટી પર પગલાં નહીં લેવાય તો બુધવારે તેઓ કાળી પટ્ટી પહેરીને ગૃહમાં આવશે.
આ પણ વાંચો :Gujarat Assembly 2022 : સરકારી શાળાઓમાં ઓરડાઓની ઘટ કેટલી તેનો શિક્ષણપ્રધાને આપ્યો જવાબ
દુનિયામાં કેટલાય ચોકીદાર આવ્યા અને ગયા
જામનગર અને ગુજરાતના અનેક ભાગોમાં નથુરામ ગોડસે પર વકતૃત્વ સ્પર્ધા અને પૂતળા મુકવાની ઘટના પર રોષ ઠાલવતા વિક્રમ મેડમે જણાવ્યું હતું કે, ગાંધીએ ફક્ત ગુજરાતના (Alcohol Issue in Legislature) નહીં, પરંતુ વિશ્વ માનવ છે. અહીં તેમણે વડાપ્રધાન પર પણ નિશાન તાક્યું હતું અને જણાવ્યું હતું કે, દુનિયામાં કેટલાય ચોકીદારઆવ્યા અને ગયા.