ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ ફરજ માં કેટલી બેદરકારી દાખવી રહ્યોં છે. તે ગાંધીનગરમાં બનેલી એક ઘટના ઉપરથી જોવા મળી રહ્યું છે. ભાજપના આગેવાનોના એક સ્વજનનું અવસાન થતાં જેલમાં બંધ આરોપીએ પેરોલ મેળવવા તેમના મરણનો દાખલાનો ઉપયોગ કર્યો હતો. પોલીસ જ્યારે આગેવાનના ઘરે જઈ ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.
જેલમાં બંધ આરોપીએ જામીન માટે ભાજપ આગેવાનના સ્વજનના મરણદાખલાનો ઉપયોગ કર્યો - ગાંધીનગર
રાજ્યમાં સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા ફરજમાં કેવી બેદરકારી દાખવી રહ્યાં છે, તે ગાંધીનગરમાં બનેલી એક ઘટના ઉપરથી જોવા મળી રહ્યું છે. ભાજપના આગેવાનના એક સ્વજનનું અવસાન થતાં જેલમાં બંધ આરોપીએ પેરોલ મેળવવા તેમના મરણના દાખલાનો ઉપયોગ કર્યો હતો. પોલીસ જ્યારે આગેવાનના ઘેર જઈ તપાસ કરી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.
ગાંધીનગર મહાનગર ભાજપના એક આગેવાનનું અવસાન થયું હતું સ્વાભાવિક છે કે, મહાનગરના મોટા નેતાના સ્વજનનું અવસાન થયાના સમાચાર તમામ લોકોને ખબર હોઈ શકે છે. જેને લઇને જલમાં બંધ આરોપીએ પોતાની હોશિયારી વાપરી મહાનગરપાલિકાની ઓફિસમાંથી મૃતકનો મરણનો દાખલો કઢાવી લીધો હતો. દાખલાના આધારે પોતાના સ્વજનો મોત થયું છે. તેવું કારણ બતાવી કોર્ટમાં રજૂ કર્યું હતું. જોકે કોર્ટ દ્વારા આ કારણ માન્ય રાખવામાં આવ્યું નથી અને પેરોલ પણ આપવામાં આવ્યા નથી.
ગાંધીનગર પોલીસ ભાજપના આગેવાનના ઘરે તપાસ કરવા પહોંચી ત્યારે આગેવાનને ખબર પડી કે, તેમના સ્વજનના મરણનાં દાખલાનો એક આરોપીને દ્વારા જેલમાંથી બહાર નીકળવા ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેમણે ગાંધીનગર મહાનગર પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓની બેદરકારીને લઇને રોષ વ્યક્ત કર્યો હતો અને ધમધમ આવી નાખ્યા હતા. આ બાબતો પરથી ચોક્કસ ફલિત થઇ રહ્યું છે કે, ફરજ બજાવતા કર્મચારીઓ કેવી ગંભીર બેદરકારી દાખવી રહ્યાં છે.