ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારી કર્મચારીઓને આપવામાં આવેલ આવાસ કર્મચારીઓએ પૈસા કમાવા મકાનો ભાડે ચડાવ્યાં - Government housing

ગુજરાતમાં સરકારી કર્મચારીઓને સરકાર(Government housing) તરફથી ક્વાર્ટર્સ આપવામાં આવે છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે 2 નવેમ્બર ધનતેરસના રોજ સરકારી કર્મચારીઓને આવાસની ફાળવણી કરવામાં આવી હતી. આ જ સરકારી કર્મચારીઓ વધુ પૈસા કમાવવાની લાલચમાં ફાળવેલા મકાનને ભાડે ચડાવી દેવામાં આવ્યા છે. આ બાબતે અધિકારીઓ દ્વારા રેડ પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે.

સરકારી કર્મચારીઓને આપવામાં આવેલ આવાસ કર્મચારીઓએ પૈસા કમાવા મકાનો ભાડે ચડાવ્યાં
સરકારી કર્મચારીઓને આપવામાં આવેલ આવાસ કર્મચારીઓએ પૈસા કમાવા મકાનો ભાડે ચડાવ્યાં

By

Published : Jul 9, 2022, 8:29 PM IST

ગાંધીનગર:રાજ્યમાં સરકારી કર્મચારીઓને સરકાર તરફથી ક્વાર્ટર્સ (Government housing) આપવામાં આવે છે. સત્યાગ્રહ છાવણી મેદાન પાછળ સરકાર દ્વારા સેક્ટર 6 માં વીર ભગતસિંહ નગરમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે 2 નવેમ્બર ધનતેરસના રોજ સરકારી કર્મચારીઓને આવાસની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ આ જ સરકારી કર્મચારીઓ વધુ પૈસા કમાવવાની લાલચમાં આવીને ફાળવેલા મકાનને ભાડે ચડાવી દેવામાં આવ્યા છે. જેમાં અત્યારે પાટનગર યોજના ના અધિકારીઓ દ્વારા(Road and building department) રેડ પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો

11 સરકારી કર્મચારીઓ મકાન ભાડે ચડાવ્યા -રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને માર્ગ મકાન વિભાગના (Road and building department)કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીના હસ્તે 2 નવેમ્બર ધનતેરસના રોજ વીર ભગતસિંહ નગર આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાય વર્ષોથી વેઇટિંગ લિસ્ટમાં રહેલા 560 જેટલા કર્મચારીઓને મકાનની ફાળવણી કરવામાં આવી હતી. આ 560 કર્મચારીઓમાંથી 11 જેટલા સરકારી કર્મચારીઓએ વધુ પૈસા કમાવાની લાલચમાં આ તમામ મકાનો ભાડા આપ્યા હોવાની વાત પણ વહેતી થઈ હતી ત્યારે આજે પાટનગર યોજના વિભાગ દ્વારા આ તમામ મકાનોમાં રેડ પાડવામાં આવી હતી જેમાં મળતી માહિતી પ્રમાણે એક મંત્રીના પર્સનલ આસિસ્ટન્ટ સુરક્ષા શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 11 જેટલા સરકારી કર્મચારીઓએ (government quarters to earn more money )સરકારી મકાન ભાડા પર ચડાવ્યા છે.

10 ટીમોએ કરી રેડ -મળતી માહિતી પ્રમાણે સવારના 07:00 વાગ્યાથી સેક્ટર 6 ખાતે આવેલા વીર ભગતસિંહ નગરમાં ત્રાટકી હતી. 10 ટીમે ચાર કલાક સુધી 560 જેટલા મકાનોને સરકારી આવાસમાં ચેકિંગ કર્યું હતું. જેમાં 11 પેટા ભાડુઆત ઝડપાયા હતા ત્યારે આગળની કાર્યવાહીની વાત કરવામાં આવે તો મળતી માહિતી પ્રમાણે આવા કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જ્યારે દંડનીય કાર્યવાહીની વાત કરવામાં આવે તો જે દિવસથી મકાનને ભાડા પર આપ્યું હશે તે દિવસથી આજ દિન સુધી થતી દિવસનો નાણાકીય દંડ પેનલ્ટી આપવામાં આવશે. આ મકાન ખાલી કરાવીને આવા સરકારી કર્મચારીઓને હંમેશા માટે બ્લેકલિસ્ટ કરવામાં આવશે જેથી તેઓને ભવિષ્યમાં પણ સરકારી આવાસ પ્રાપ્ત થઈ શકશે નહીં.

આ પણ વાંચોઃગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં થઈ શકે છે આકર્ષક જાહેરાતો અને ઉદ્ઘાટન

હજારોની સંખ્યામાં કર્મચારીઓને લાઈનમાં -રાજ્ય સરકારમાં સરકારી કર્મચારીઓને આવાસ યોજના મળતી હોય છે તેઓ જ્યાં સુધી સરકારમાં પોતાની ફરજ બજાવે ત્યાં સુધી તેઓને આવાસ પૂરું પાડવામાં આવે છે ત્યારે ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ વેઇટિંગ લિસ્ટમાં છે પરંતુ 10 સેક્ટર 6 ખાતે 560 જેટલા મકાનોમાં 11 ભાડુંઆત ઝડપાયા છે ત્યારે જે હજારો સરકારી કર્મચારીઓ વેઇટિંગમાં છે તેઓ ગુસ્સે ભરાયા છે.

ABOUT THE AUTHOR

...view details