Gujarat Corona Update: કોરોનાના 24 કલાકમાં 165 કેસ, સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા - 165 cases of corona
ગુજરાતમાં કોરોના કેસમાં ધીમે ધીમે વધારો (Corona in Gujarat)થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 165 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 920 અને વેન્ટિલેટર(Gujarat Corona Update) ઉપર એક દર્દીને રાખવામાં આવ્યા છે.
Gujarat Corona Update: કોરોનાના 24 કલાકમાં 165 કેસ, સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા
By
Published : Jun 15, 2022, 12:37 PM IST
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના કેસમાં હવે ધીમે ધીમે રોજ 20 થી 30 કેસનો વધારો (Corona in Gujarat) થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 165 જેટલા પોઝિટિવ કેસસામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે (Gujarat Corona Update) કુલ એક્ટિવ કેસ 920 થયા છે પરંતુ વેન્ટિલેટર ઉપર એક દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 919 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં 10,945 મૃત્યુ નોંધાયા છે, 77 દર્દીઓએ રજા આપવામાં આવી હતી.
43,539 રસીકરણ થયું -કોરોના સામે રસીકરણ પણ( Corona vaccination in Gujarat)બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે 14 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 43,539 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિકોશન ડોઝમાં 22,835, 12 થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 1199 બીજા ડોઝમાં 5772 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,05,90,448 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.