ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથ: મનરેગા યોજનાના 142 કામ શરૂ, 19240 શ્રમિકોને મળશે રોજગારી - ગીરસોમનાથમાં કોરોના વાઇરસના દર્દીની સંખ્યા

લોકડાઉનમાં બેરોજગાર બનેલા શ્રમિકોને રોજગાર આપવા ગીર-સોમનાથ જિલ્લામાં મનરેગા યોજનાના 142 કામ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 19 હજાર 240 શ્રમિકોને રોજગારી મળી રહેશે તેમજ સામાજિક અંતર જાળવી, માસ્ક પહેરી શ્રમિકો દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે.

etv bharat
ગીરસોમનાથ: મનરેગા યોજનાના 142 કામો શરૂ, 19240 શ્રમિકોને મળશે રોજગારી

By

Published : May 18, 2020, 8:43 PM IST

ગીરસોમનાથ: નોવેલ કોરોના વાઇરસ કોવીડ-19 નાં સંક્રમણને અટકાવવાં દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનના સમયમાં શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે ગીર-સોમનાથ વહીવટી તંત્ર દ્વારા 19240 શ્રમિકોને રોજગારી ઉપલબ્ધ કરાવામાં આવી છે.

ગીરસોમનાથના 6 તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત સામાજિક વનીકરણ, તળાવો ઉંડા ઉતારવા, ચેકડેમો ડીસ્લટીંગ, રસ્તાના કામો, જળસંચયના કામો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વેરાવળ તાલુકામાં 20 કામોમાં 44 શ્રમિકો, તાલાળામાં 06 કામોમા 456 શ્રમિકો, ઉનામાં 20 કામોમાં 8451 શ્રમિકો, કોડીનારમાં 33 કામોમા 3713 શ્રમિકો અને ગીરગઢડામાં 33 કામોમાં 5220 શ્રમિકોને રોજગારી મળી રહી છે. આજ દીન સુધી 23304 માનદિન સામે રૂા. 33.16 લાખનું ચુકવણું શ્રમિકોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે. શ્રમિકોને કોવીડ-19 માર્ગદર્શીકા મુજબ માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું, સેનેટાઇઝર, પાણી, છાયડાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગીરસોમનાથ: મનરેગા યોજનાના 142 કામો શરૂ, 19240 શ્રમિકોને મળશે રોજગારી

શ્રમિકોએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં અમને કામ મળતું ન હતું, મનરેગા યોજનાના કામો શરૂ થતા અમને રોજગારી મળવા લાગી છે.

ABOUT THE AUTHOR

...view details