ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં એરફોર્સના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશનનું લાઈવ નિદર્શન કર્યું - પૂર

ગાંધીનગરઃ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે ઘણાં વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. તે દરમિયાન મહાલક્ષ્મી એક્સપ્રેશ પાણીમાં ફસાઈ ગઈ હતી. જેમાં મુસાફરોના પણ જીવ જોખમમાં મુકાયા હતા. તે દરમિયાન તેમને બચાવવા માટે એરફોર્સના જવાનોએ હેલિકોપ્ટર અને અન્ય સાધનોનો ઉપયોગ કરી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

personnel

By

Published : Aug 22, 2019, 1:30 PM IST

ગાંધીનગર પાસે આવેલા એરપોર્ટ સ્ટેશનમાં જવાનો દ્વારા પૂરની સ્થિતિમાં કેવી રીતે કામ કરવામાં આવે છે, હેલિકોપ્ટર MI 17 US ના જવાનો દ્વારા પૂરમાં ફસાયેલા લોકોને કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તેના દિલધડક દ્રશ્યોનું લાઈવ નિદર્શન કરવામાં આવ્યં હતું. એરફોર્સ સ્ટેશન ખાતે હેલિકોપ્ટર દ્વારા ઉડાન ભરવાથી લઈને બચાવ કામગીરીમાં ઉપયોગી સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તે પણ બતાવવામાં આવ્યું હતું.

ગાંધીનગરમાં એરફોર્સના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશનનું લાઈવ નિદર્શન કર્યુ

એરફોર્સના પાયલોટ કૃષ્ણનને કહ્યું કે, પૂરમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ખૂબ જ મુશ્કેલ હોય છે. કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી દેખાતું હોય છે. હેલિકોપ્ટરને ઉતારવા માટે જગ્યા પણ મળતી નથી તેવા સમયે હવામાન જ હેલિકોપ્ટરને રાખીને નાગરિકોને રેસ્ક્યૂ કરવા પડતા હોય છે.

નાગરિકોને જ્યારે બચાવવા જતાં હોઈએ છીએ ત્યારે હેલિકોપ્ટરનો અવાજ સાંભળીને અનેક લોકો ગભરાઈ જતા હોય છે. તેવી સ્થિતિમાં લોકોને સમજાવીને બચાવવાની કામગીરી કરતા હોઈએ છીએ. હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવા માટે જે સાધનો ઉપયોગ થાય છે. તેમાં વધુમાં વધુ 300 કિલો સુધીનું વજન ઊંચકી શકાય છે. તેવી પરિસ્થિતિમાં લોકો બચવા માટે પડાપડી કરતા હોય છે. તે સમય પણ મુશ્કેલી ભર્યો હોય છે. નજર સમક્ષ મોત દેખાતું હોવાના કારણે નાગરિકોને સમજાવવા મુશ્કેલ થઈ જાય છે. આ તમામ પ્રકારની કામગીરી ગાંધીનગર એરપોર્ટ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details