આ બાબતે રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુ જણાવ્યું હતું કે, લોકોની ફરિયાદને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે આજની કેબિનેટની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેમાં હેલ્મેટ અને PUCની જે ફરિયાદો વધી રહી હતી. જેને લઇને વિચાર વિમર્શ કર્યા બાદ 15 ઓક્ટોબર સુધી રાજ્યની જનતાને નવ હેલ્મેટ ખરીદવા અને PUC બનાવવા માટેનો સમય આપવામાં આવ્યો છે. આમ હવે 15 ઓક્ટોબર સુધી હેલ્મેટ અને PUCનો કાયદો લાગુ થશે નહીં. જ્યારે બાકી અન્ય તમામ નવા નિયમો રાજ્યમાં લાગૂ થશે.
મજબૂર સરકાર..! નવા મોટર વ્હીકલ એક્ટને 'લાલ સિગ્નલ', અમલીકરણ 1 મહિનો મુલતવી
ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમન બિલ અંગે ગુજરાત સરકાર દ્વારા ૧૫ સપ્ટેમ્બરના રોજ આ નિયમ લાગુ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે લોકોની ફરિયાદ અને વિરોધને લઈ રાજ્ય સરકારે પાછીપાની કરી ને હેલ્મેટ અને PUC લોકો સુધી પહોંચી જાય ત્યાં સુધી રાહત આપી છે. એટલે કે રાજ્ય સરકારે તમામ રાજ્યના નાગરિકોને નવું હેલ્મેટ અને PUC કઢાવવા માટે 15 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે. ત્યાં સુધી રાજ્યની પોલીસ દ્વારા હેલ્મેટ અને PUCનો દંડ નહીં કરી શકે.
જ્યારે રાજ્યમાં અત્યારે ઓછા PUC સેન્ટર ને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે કરી 10દિવસથી અંદર જ નવા ટેન્ડર બહાર પાડીને રાજ્યમાં કુલ 900 જેટલા PUC સેન્ટર ખોલવાની વાત કરવામાં આવી છે. જેથી આવનારા દિવસોમાં PUC સેન્ટર ઉપર લાંબી લાઈનો લાગશે નહીં. સાથે રાજ્ય સરકાર આવનારા સમયમાં ખાસ પરિપત્ર બહાર પાડીને નવા ટુ-વ્હીલર વેચનાર ડિલરને ફરજીયાત પણે હેલ્મેટ આપવાની કડક સૂચના આપવામાં આવશે. જો ડીલર હેલ્મેટ નહીં આપે તો રાજ્ય સરકાર તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે. જ્યારે હેલ્મેટ માટે વધારાના કોઈ ચાર્જ ડીલર વસુલ નહીં કરી શકે.