ગુજરાત

gujarat

ETV Bharat / state

લ્યો બોલો..! જો ઢબુડી માંના દર્શન કરવા હોય તો youtube પર જેટલા વધુ લાઇક એટલા વહેલા દર્શન - Gandhinagar

ગાંધીનગર: ઢબુડીમાં તરીકે જાણીતા બનેલા ધનજી ઓડ સામે હવે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. ધનજી ઓડ ગાંધીનગર પાસેના રૂપાલ ગામમાંથી ધંધો શરૂ કરનાર રાજ્ય અને રાજ્ય બહાર પણ પોતાના ભક્તોને દર્શન આપવા જતો હતો. ત્યારે તેઓએ રાજ્યના પાટનગરમાં પણ ત્રણ જગ્યાએ પડાવ નાખ્યો હતો. જેમાં હજારો ભક્તો ઢબુડી માતાના દર્શન કરવા માટે પડાપડી કરતા હતા. ઢબુડી માંના દર્શન કરવા માટે ભક્તોને youtube ઉપર સૌથી વધુ લાઇક આપનાર અને પાંચ રવિવાર ભરનારને દર્શનનો લ્હાવો વહેલા મળતો હતો.

ઢબુડી માં

By

Published : Aug 30, 2019, 10:30 PM IST

રાજ્યના પાટનગરની બિલકુલ પાસે આવેલા રૂપાલ ગામમાંથી પ્રસિદ્ધ થયા બાદ ગાંધીનગર શહેરમાં આવેલા મહાત્મા મંદિરની પાસે ખુલ્લી જગ્યામાં દર રવિવારે ડેરા નાખવામાં આવતા હતા. ત્યાંથી સ્થાનિકોના વિરોધ સેક્ટર 12-13ની ચોકડી ઉપર ભક્તોને બોલાવવામાં આવતા હતા. ત્યાં પણ વિરોધ થતાં સેક્ટર 12માં આવેલા આંબેડકર હોલ પાસેની ખુલ્લી જગ્યામાં મંડપ બાંધીને ભક્તોને ભરપેટ પ્રસાદ કરાવવામાં આવતો હતો. જ્યારે દૂર દૂરથી આવેલા ભક્તોને દર્શન આપવામાં આવતા હતા.

ઢબુડી માતાના દર્શન કરવા માટે ભક્તો સાથે શરત મુકવામાં આવતી હતી. જેમાં ઢબુડી માતાનું મેનેજમેન્ટ કરતા લોકો દ્વારા શરૂઆતમાં દર્શનાર્થે જનારા ભક્તોને જણાવવામાં આવતું હતું કે, તમારે દર્શન કરવા હોય તો સૌપ્રથમ youtube પર ઢબુડી માતાની ચેનલ ઉપર સૌથી વધુ લાઇક આપવા પડશે. લાઈક આપ્યા બાદ ભક્તો સાથે ઢબુડીમાતા સુખ દુઃખની વાતો સાંભળતા હતા.

ઢબુડી માતાના દર્શન કરવા રોજના હજારો ભક્તો આવતા હતા પરંતુ ઢબુડી માતા દ્વારા ગાંધીનગર માત્ર એક દિવસના 30 ભક્તોને દર્શન આપવામાં આવતા હતા રાજ્ય અને રાજ્ય બહારથી આવનાર ભક્તોને ઢબુડી માતા ફાઈવ સ્ટાર હોટલની પણ ટક્કર મારે તેવો પ્રસાદ ગ્રહણ કરાવતા હતા. જેમાં લાડુના પ્રસાદનું ખુબ જ મહત્વ હોતું.

ડીંડોલી વિતારમાં ઢબૂડી માના સમર્થકો ગુરૂવારના રોજ માથા પર રૂમાલ બાંધી તંત્ર સામે વિરોધ નોંધાવી રહ્યાં છે. તેઓ ઢબૂડી માતા પર લગાવેલાં આરોપોને તથ્યહીન ગણાવીને તેમને ફસાવવામાં આવ્યાં હોવાનું જણાવે છે. તો બીજી તરફ ઢબૂડી માતાના અનુયાયીઓની તપાસ થઈ રહી છે, ત્યારે ઢબૂડી માતાના સમર્થકો વિરોધ કરીને તંત્રની કામગીરી સામે અડચણરૂપ બની રહ્યાં છે.

ગાંધીનગર પાસેના પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગઢડાસ્વામીના ભીખાભાઈ માણીયા દ્વારા ઢબુડીમાં સામે કાર્યવાહી કરવા અરજી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, ઢબુડી માંના કહેવાથી તેમના કેન્સરગ્રસ્ત પુત્રની સારવારમાં ચાલતી દવા પણ કરવામાં આવી હતી. પરિણામે તેમના પુત્રનું મોત થયું છે. ત્યારે ઢબુડીમા સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details