ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગર જિલ્લામાં સબસીડી મળશે તો, ડ્રેગન ફ્રૂટનું વાવેતર 50 હેકટર થાય તેવી શક્યતા - Dragon Fruit

ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit)જે રીતે ચર્ચામાં હતું તે પ્રમાણે ખેડૂતો તેની બાગાયત ખેતી ઓછી કરી રહ્યા હતા. બાગાયત વિભાગ (Horticulture Department)દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી પાંચ હેક્ટર જેટલું વાવેતર ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit)થયું છે. સબસીડી પેકેજ જાહેર થયા બાદ આ વાવેતર 40થી 50 હેક્ટરમાં થાય તે પ્રકારની શક્યતા રહેલી છે.

ગાંધીનગર જિલ્લામાં સબસીડી મળશે તો, ડ્રેગન ફ્રૂટનું વાવેતર 50 હેકટર થાય તેવી શક્યતા
ગાંધીનગર જિલ્લામાં સબસીડી મળશે તો, ડ્રેગન ફ્રૂટનું વાવેતર 50 હેકટર થાય તેવી શક્યતા

By

Published : Jul 5, 2021, 6:06 AM IST

  • ખેડૂતોને હેક્ટર દીઠ સવા લાખ સબસીડી મળશે
  • ડ્રેગન ફ્રૂટનું (Dragon Fruit)વાવેતર વધારવા કરાઈ જાહેરાત
  • જુલાઈ મહિના સુધી કરી શકાય છે એપ્લાય

ગાંધીનગરઃડ્રેગન ફ્રૂટનું વાવેતર ગાંધીનગર જિલ્લામાં તો ઓછું થયું છે. જો કે રાજ્યભરમાં જિલ્લાઓમાં ઓછા પ્રમાણમાં વાવેતર થયું છે. જેમાં ખર્ચ વધુ હોવાથી ખેડૂતોને ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit)નું વાવેતર કરવું મોંઘુ પડી રહ્યું હતું. જે જોતા સરકાર દ્વારા સબસીડી પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તેના કારણે જિલ્લામાં આ વાવેતર વધે તેવી શક્યતા રહેલી છે. સબસીડી માટે ખેડૂતોએ એપ્લાય કરવાનું રહેશે.

આ પણ વાંચોઃધરમપુરના ખેડૂત દ્વારા કમલમ(ડ્રેગન ફ્રૂટ)ની ખેતી

એક હેક્ટરમાં અઢી લાખના ખર્ચ સામે સવા લાખ રૂપિયાની સબસીડી અપાશે

નાના ખેડૂતો ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમ ફ્રૂટનું વાવેતરની આ બાગાયત ખેતી (Horticulture Department)મોંઘી પડતી હોવાથી કરી શકતા ન હોતા. જેથી જિલ્લાના ખેડૂતો બાગાયત ખેતી કરી શકે તે માટે સબસીડી કમલમ ફ્રૂટ(kamalam Fruit)માટે આપવામાં આવશે. જેમાં નિયમ પ્રમાણે એક હેક્ટર દીઠ જે અઢી લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. જેમાં સવા લાખ રૂપિયા સુધીની સબસીડી આપવામાં આવશે. ટોટલ 2 હેક્ટરમાં વાવેતર તેમને ડબલ સબસીડી એટલે કે અઢી લાખ સબસીડી મળશે. ખેડૂતો માટે અત્યાર પૂરતું સબસીડીનું વળતર આપવામાં આવશે. જેથી કેટલાક ખેડૂતો સબસીડી મળતા આ વાવેતર વધશે.

આ પણ વાંચોઃબનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પ્રથમવાર ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરાઈ

ડ્રેગન ફ્રૂટ સહાય માટે આઇ ખેડૂત પોર્ટલ 31 જુલાઈ સુધી ખૂલ્લુ મુકવામાં આવ્યું

ગાંધીનગર જિલ્લાનું ખેડૂતો બાગાયત ખાતા (Horticulture Department) ની આર.કે.વી.વાય યોજના હેઠળ ડ્રેગનફ્રૂટ વાવેતર વિસ્તાર વધારવા માટે પ્લાન્ટિંગ મટિરિયલ સહાય મેળવી શકે તે માટે આઇ ખેડૂત પોર્ટલ 31 જુલાઈ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ લેવા માગતા ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી જરૂરી સાધનિક પુરાવા જેવા કે સાત બાર 8-અ ના ઉતારા રાષ્ટ્રીયકૃત બેંકની પાસબુકની નકલ અથવા કેંસલ ચેક, આધાર કાર્ડની નકલ સાથે નાયબ બાગાયત નિયામક કચેરી ને રૂબરૂ ટપાલ દ્વારા દસ દિવસમાં મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે.

ABOUT THE AUTHOR

...view details