લૉક ડાઉનમાં સરકારને ખૂબ નુકશાન, છતાં કર્મચારીઓ- પેન્શનરોને 4000 કરોડ પગાર-પેન્શન ચૂકવાશે : નીતિન પટેલ - ગુજરાત
કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં 3 મે સુધી લૉકડાઉન કરવામાં આવ્યું છે. એપ્રિલ માસ સરકાર માટે કરોડોનું નુકશાન કરતો મહિનો સાબિત થયો છે. છતાં પણ રાજ્ય સરકાર દ્વારા તમામ કર્મચારીઓ પગાર અને પેન્સનરોને પેન્શન ચૂકવવાનું રાજ્ય સરકારના નાણાંપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેર કર્યું છે.
લૉક ડાઉનમાં સરકારને ખૂબ નુકશાન, છતાં કર્મચારીઓ- પેન્શનરોને 4000 કરોડ પગાર-પેન્શન ચૂકવાશે : નીતિન પટેલ
ગાંધીનગર : રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણાંપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 5,28,000 સરકારી કર્મચારીઓ અને 4,57,000 પેન્સનરોને એપ્રિલ માસનો પગાર અને પેન્શન પુરેપૂરું ચૂકવવામાં આવશે. રાજ્યના સરકારી કર્મચારીઓને દર મહિને કુલ 2600 કરોડ પગાર લેખે અને 1400 કરોડ રૂપિયા પેન્શન લેખે ચૂકવવામાં આવે છે ત્યારે આ મહિને પણ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને પગાર અને પેન્શનની ચૂકવણી કરવામાં આવશે..