ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ચક્રવાત ‘વાયુ’ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

નવી દિલ્હી- ગુજરાતના દરિયા કિનારે વાયુ નામનુ વાવાઝોડુ ત્રાટકવાની શક્યતાને લઇને દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં ચક્રવાત ‘વાયુ’ને પરિણામે ઉદભવેલી સ્થિતિનો સામનો કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારનાં મંત્રાલયો/વિભાગોની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ચક્રવાત ‘વાયુ’ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

By

Published : Jun 11, 2019, 7:03 PM IST

ભારતીય હવામાન વિભાગ (IMD)એ જાણકારી આપી હતી કે, ચક્રવાત ‘વાયુ’ ગુજરાતનાં દરિયાકિનારા પર પોરબંદર અને મહુવા વચ્ચે લગભગ વેરાવળ અને દીવ વિસ્તારમાં 13મી જૂન, 2019નાં રોજ વહેલી સવારે 110- 120 કિલોમીટર પ્રતિકલાક થી 135 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન સાથે ભયાનક વાવાઝોડા સાથે વરસાદ આવે એવી શક્યતા છે. એનાથી ગુજરાતનાં દરિયાકિનારાનાં જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના પણ રહેલી છે અને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, દીવ, ગીર સોમનાર, અમરેલી અને ભાવનગર જિલ્લાનાં દરિયાકિનારનાં નીચાણવાળા વિસ્તારોમાં ચક્રવાત આવવાનાં સમયે 1.5 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતી મોટી ભરતી આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ 9 એપ્રિલથી સંબંધિત તમામ રાજ્યોમાં નિયમિતપણે બુલેટિન જાહેર કરે છે.

સમીક્ષા પછી કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે વરિષ્ઠ અધિકારીઓને લોકોને સલામત સ્થળે ખસેડવા અને વીજળી, ટેલિકોમ્યુનિકેશન્સ, તબીબી સારવાર અને પીવાનાં પાણી વગેરે જેવી તમામ આવશ્યક સેવાઓ જાળવવાની સુનિશ્ચિતતા કરવા શક્ય તમામ પગલાં લેવાની તથા આ આવશ્યક સેવાઓને નુકસાન થવાનાં કિસ્સામાં તાત્કાલિક ધોરણે તેમને પુનઃસ્થાપિત કરવાની સૂચના આપી હતી. તેમણે કન્ટ્રોલ રૂમની 24x7 કામગીરી માટે પણ સૂચના પણ આપી હતી.

આજની બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબા, ભૂવિજ્ઞાન મંત્રાલયનાં સચિવ ડૉ. એમ. રાજીવન તથા IMD અને ગૃહ મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે કેબિનેટ સચિવ પી. કે. સિંહાએ આજે મોડે રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિની બેઠકનું આયોજન પણ કર્યું છે, જેથી રાજ્ય અને કેન્દ્ર સરકારની સંસ્થાઓની તૈયારીઓની સમીક્ષા કરી શકાય. આ બેઠકમાં ગુજરાતનાં મુખ્ય સચિવ અને દીવ વહીવટીતંત્રનાં સલાહકાર પણ ઉપસ્થિત રહ્યા

ABOUT THE AUTHOR

...view details