ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગર નવા મેયર તરીકે રીટાબેન પટેલની નિમણૂક - Gujarat

ગાંધીનગર: ગાંધીનગરમાં મેયર તરીકે પ્રવીણ પટેલે આપેલા રાજીનામા બાદ હવે હાઇકોર્ટે આ કેસનો નિકાલ કર્યો છે. તેને પગલે સીલબંધ કવરમાં રહેલા મતો અને તેનું પરિણામ હવે જાહેર થઇ શકે છે. તેને કારણે આવતીકાલે એટલે કે ગુરુવારે આ પરિણામ જાહેર થવાની શક્યતા છે.

મેયર પ્રવીણ પટેલના રાજીનામા બાદ હાઇકોર્ટે સ્ટે હટાવ્યો

By

Published : Apr 11, 2019, 11:19 AM IST

બુધવારે હાઇકોર્ટે અરજીમાં ગુણદોષ સાંભળવાનો ઇન્કાર કર્યો હતો અને અગાઉ પ્રવીણ પટેલના સીલ બંધ મતને ન ખોલવાનો સ્ટે પણ હટાવવી દેવાનો હુકમ જારી કર્યો હતો. હાઇકોર્ટે પ્રવીણ પટેલના સીલ બંધ મત પરનો સ્ટે હટાવી દેતા પરિણામ જાહેર કરી દેવાતા ભાજપના રીટાબેન પટેલની ગાંધીનગરના નવા મેયર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

વર્ષ 2016માં કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષાન્તર કરનાર કોર્પોરેટર પ્રવીણ પટેલ ભાજપના ટેકાથી મેયર થઈ ગયા હતા જ્યારબાદ અરજદાર શૈલેન્ડર બીહોલા દ્વારા આ જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી.અગાઉ આ મામલે હાઇકોર્ટે વચગાળાનો આદેશ આપતા કહ્યું હતું કે નવેમ્બર 2018માં જે મેયર અને ડેપ્યુટી મેયરની બાકીના અઢી વર્ષની ચૂંટણી થઈ રહી છે તેમાં પ્રવીણ પટેલનો મત સીલ કવરમાં રાખવાનો આદેશ કર્યો હતો.

મેયર પ્રવીણ પટેલના રાજીનામા બાદ હાઇકોર્ટે સ્ટે હટાવ્યો

અગાઉ હાઇકોર્ટે પ્રવીણ પટેલે કોને મત આપ્યો એ અંગેનો સીલ કવર મત ન ખોલવાનો હુકમ કર્યો હતો, જોકે 14મી ફેબ્રુઆરી 2019ના રોજ પ્રવીણ પટેલે મેયર અને કાઉન્સિલર પદેથી રાજીનામું આપી દેતા આ કેસમાં કોઈ ગુણદોષ રહેતો નથી અને મત ખોલવા પર હાઇકોર્ટે સ્ટે આપવામાં આવ્યો હતો એ પણ હટાવી લેવામાં આવ્યો જેથી ચૂંટણીના પરિણામ જાહેર થયા.હાઇકોર્ટે આ મામલે કહ્યું કે પ્રવીણ પટેલે મેયર અને કાઉન્સિલર બંને પદેથી રાજીનામું આપી દીધું છે, તેથી ચૂંટણીનું પરિણામ ગુપ્ત રાખવાનો કોઈ અર્થ રહેતો નથી.

વર્ષ 2016માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી થઈ તેમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષોના 16 - 16 કાઉન્સિલર ચૂંટાયા હતા.આ સમયગાળા દરમિયાન ભાજપના ટેકાથી પ્રવીણ પટેલે કોંગ્રેસના મેન્ડેટ વિરૂદ્ધ ઉમેદવારી નોંધાવી હતી.ગાંધીનગર મેયર ચૂંટણીમાં થયેલી ગેરરીતિ અને કોંગ્રેસી કોર્પોરેટર અંકિત બારોટના અપહરણ મામલે દાખલ કરાયેલી પિટિશન પર હાઇકોર્ટ ટૂંક સમયમાં ચુકાદો જાહેર કરે એવી શક્યતા વ્યક્ત કરવમાં આવી રહી છે.

આ કેસમાં હાઇકોર્ટે આજે કેસનો નિકાલ કરતા સીલબંધ કવરમાં અપાયેલા પરિણામને જાહેર કરવા સામેનો સ્ટે પણ ઉઠાવી લીધો છે. તેને પગલે ગુરુવારે ગાંધીનગરના નવા મેયરનું નામ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.ઉલ્લેખનીય છે કે, અરજદાર શૈલેન્દ્ર બિહોલાએ હાઇકોર્ટના હુકમ સામે માગેલા સ્ટેને પણ હાઇકોર્ટે નકારી કાઢ્યો હતો. તેમજ આ બાબત લોકશાહીના હિતમાં હોવાથી સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો

ABOUT THE AUTHOR

...view details