ગાંધીનગર:ગુજરાત રાજ્યમાં છેલ્લા 40થી વધારે દિવસથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ (Gandhinagar Agitation) પર ઊતરી ગયા છે. ગાંધીનગરમાં મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મીઓ ભેગા થયા છે. ગુરૂવારે મોડી રાત્રે સરકારે (Gujarat Health Department Staff Strike) આગેવાનો સાથે બેઠક યોજી હતી. એ પછી સમાધાન તરફી વલણ રાખીને આંદોલન પૂર્ણ કરવામાં આવ્યું હતુ. પરંતુ, બીજા દિવસે સરકારે જૈસે થેનું વલણ અપનાવતા જાણે સરકારે લોલીપોપ આપી હોય એવો અહેસાસ થયો છે.
આરોગ્ય વિભાગના કર્મીઓ આકરા પાણીએ, કહ્યું માસિક પગાર વધારો લોલીપોપ પગાર વધારો પડકાર:પંચાલ હસ્તકના આરોગ્ય વિભાગના કર્મચારીઓ હજારોની સંખ્યામાં ગાંધીનગરમાં ભેગા થયા હતા. રાજ્ય સરકારે 4000 રૂપિયાનો વધારો આપીને લોલીપોપ આપી હોવાનો આક્ષેપ કર્યો હતો. કર્મીઓ મોટી સંખ્યમાં હોવાથી પોલીસને પણ સ્થિતિ કાબુ કરવામાં પરસેવો આવી ગયો હતો. તમામ લોકોની અટકાયત કરવામાં મુશ્કેલી પડી હતી. તમામને અટકાયત કરીને SP કચેરી લઈ જવામાં આવ્યા હતા.
માંગ ન સ્વીકારી: કર્મચારીઓ કહે છે કે, જે 4000 રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે તે લોલીપોપ સમાન છે. આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યું હતું મુખ્ય પડતર માંગણીઓ છે તે અંગે સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી. જેને લઈને આરોગ્યલક્ષી સેવાઓમાં ખૂબ જ માઠી અસર થઈ છે. આ સ્થિતિ સામે સરકારે ચોખવટ કરી છે. પ્રવકતા જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, કર્મચારીઓ સરકારનું અભિન્ન અંગ છે. રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં અનેકવિધ નિર્ણયો પણ લીધા છે.
આરોગ્ય સેવાને અસર: છેલ્લા 42 દિવસથી આરોગ્ય અને પંચાયત વિભાગ હસ્તકના FHW,FHS, MPHW અને MPHS કર્મીઓ ફરજ ઉપર ગેરહાજર રહ્યા હોવાથી રાજ્યના ગરીબ અને જરૂરતમંદ સામાન્ય નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓમાં ખૂબ જ માઠી અસર થઈ રહી છે. નાગરિકોને હાલાકી ન પડે તે હેતુથી તેમજ કોરોના મહામારી સહિતની આરોગ્યલક્ષી સંકટ સમયે મહત્વપૂર્ણ યોગદાનના સન્માન રૂપે આ હેલ્થ વર્કર કર્મચારીઓની કેટલીક વ્યાજબી અને મહત્વપૂર્ણ માંગણીઓ રાજ્ય સરકારે સ્વીકારી આવતી કાલથી જ ફરજ પર હાજર થઈ જવા અપીલ કરી છે.
પગાર વધારો અપાશે: હેલ્થ વર્કર કર્મચારીઓના પગારમાં માસિક રૂ.4000 નો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત આ હેલ્થ વર્કર કર્મીઓને 130 દિવસનો કોવિડ ડયુટીનો રજા પગાર પણ આપવામાં આવશે. જ્યારે PTA ફેરણી ભથ્થા અંગેની આ કર્મચારી મંડળની માંગ સ્વીકારીને 8 કિ.મીની મર્યાદા દૂર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.