ગુજરાત

gujarat

ETV Bharat / state

હજીરા-બાંન્દ્રા મુંબઈ વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવા CM રૂપાણીની સૈદ્ધાંતિક મંજૂરી - બાન્દ્રા

ગાંધીનગરઃ વિદેશમાં એક શહેરથી બીજા શહેર જવા માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે ભારતમાં પણ આવું બને તે માટે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરતથી મુંબઈ સુધી દરિયામાં પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

હજીરા-બાન્દ્રા મુંબઈ વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવા રૂપાણીની સૈદ્ધાંતિક મંજૂરી

By

Published : Sep 1, 2019, 9:55 AM IST

આ સુવિધા એસ.એસ.આર. મરીન સર્વિસ પ્રા. લિ. દ્વારા આ ફેરી સર્વિસના પેસેન્જર જહાજમાં ૩૦૦ મુસાફરોની ક્ષમતા સાથે વિદેશી ક્રૂઝ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ શિપ જહાજ ૨૦ રૂમની સુવિધા સાથે એર કંડિશન્ડ જહાજ હશે. રાજ્ય સરકારે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરી અનુસાર આગામી નવેમ્બર ૨૦૧૯થી શરૂ થનારી સેવાના પ્રારંભિક તબક્કે સપ્તાહમાં એકવાર આ ફેરી સર્વિસ કાર્યરત રહેશે. પેસેન્જર ટ્રાફિકને ધ્યાને રાખીને ભવિષ્યમાં નિયમિતરૂપે પણ આ સેવાઓ શરૂ કરવામાં આવશે.

શરૂઆતમાં દર ગુરૂવારે સાંજે ૭ કલાકે બાંન્દ્રાથી નિકળી શુક્રવારે સવારે ૯ વાગ્યે આ જહાજ હજીરા ખાતે પહોંચશે. જ્યાંથી પરત ફરી વખતે મુસાફરીમાં શુક્રવારે સાંજે ૬ કલાકે હજીરાથી રવાના થઈને શનિવારે સવારે ૮ કલાકે બાંન્દ્રા પહોંચશે. આ સુવિધા શરૂ થતાં વિક એન્ડ રજાઓમાં સુરતવાસીઓને દરિયાઇ માર્ગે મુંબઈ જવાનું એક નવું પ્રવાસન નજરાણું મળશે, ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ દહેજ-ઘોઘા વચ્ચે ફેરી સર્વિસ કાર્યરત છે. તેમાં હવે હજીરા-બાંન્દ્રા ફેરી સર્વિસનો ઉમેરો થતાં દરિયાઈ યાતાયાતને વેગ મળશે.

ABOUT THE AUTHOR

...view details