ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં કોરોનાનાં નવા 1335 કેસ, 1212 ડિસ્ચાર્જ, 14 મોત, કુલ 104341

રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 1 લાખને પાર થઈ ગયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 1335 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે સારવાર લઈ રહેલા 14 દર્દીનાં મોત થયા છે.  રાજ્યમાં કોરના વાયરસના કુલ 104341 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.

coronavirus
coronavirus

By

Published : Sep 6, 2020, 8:03 PM IST

ગાંધીનગર: ગુજરાત કોરોના વાઈરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 152, અમદાવાદ ગ્રામ્યમાં 21, અમરેલી 23, આણંદ 14, અરવલ્લી 4, બનાસકાંઠા 12, ભરૂચ 22, ભાવનગર 22, ભાવનગર કોર્પોરેશન 27, બોટાદ 3, છોટાઉદેપુર 6, દાહોદ 17, દેવભૂમિ દ્વારકા 12, ગાંધીનગર 21, ગાંધીનગર કોર્પોરેશન 20, ગીર સોમનાથ 15, જામનગર 9, જામનગર કોર્પોરેશન 97, જૂનાગઢ 17, જૂનાગઢ કોર્પોરેશન 12, ખેડા 11, કચ્છ 29, મહીસાગર 5, મહેસાણા 29, મોરબી 21, નર્મદા 23, નવસારી 11, પંચમહાલ 31, પાટણ 16, પોરબંદર 3, રાજકોટ 50, રાજકોટ કોર્પોરેશન 101, સાબરકાંઠા 15, સુરત 110, સુરત કોર્પોરેશન 185, સુરેન્દ્રનગર 21, તાપી 13, વડોદરા 37, વડોદરા કોર્પોરેશન 90 અને વલસાડમાં 8 કેસ સામે આવ્યા છે.

રાજ્યમા કોરોનાનાં નવા કેસ

જ્યારે 92 દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધી 3108 લોકોના કોરોનાને કારણે મોત થયાં છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 32,524 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 185 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 110 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 295 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details