ગાંધીનગર:ભાજપના પ્રવક્તા નુપુર શર્માના નિવેદન(Nupur Sharma statement)પર અનેક રાજ્યમાં વિરોધ થઈ રહ્યા છે. અનેક લોકો નુપુર શર્માને સોશિયલ મીડિયામાં સપોર્ટ પણ કરી રહ્યા છે. ત્યારે ઉદયપુરમાં નુપુર શર્માના એક સમર્થકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે, જેમાં રાજસ્થાનમાં અનેક વિરોધનો વંટોળ ઉભો થયો છે અને 10 જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યુ અને રાજ્યમાં 144 કલમ લાગુ કરવામાં આવી છે. ગુજરાતમાં રથયાત્રાને( Jagannath Rathyatra 2022)ગણતરીના કલાકો બાકી છે કોઈ ઘટના ના બને તેને ધ્યાનમાં લઈને રાજ્ય ગૃહપ્રધાન દ્વારા તાત્કાલિક ધોરણે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે( Gujarat Police)નિવાસસ્થાને બેઠક યોજવામાં આવી છે.
આ પણ વાંચોઃરાંચીમાં પોલીસ પર પથ્થરમારો, પોલીસે હવામાં કર્યું ફાયરિંગ જુઓ વીડિયો
રાજ્યમાં તમામ જિલ્લાના એસ.પી. વિડિઓ કૉન્ફ્રાન્સ થી જોડાયા -રાજસ્થાની ઘટનાના બાદ ગુજરાતમાં કોઈપણ પ્રકારના ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને આજે રાજ્યકક્ષાના( Jagannath Rathyatra Ahmedabad)પ્રધાને તાત્કાલિક ધોરણે એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્યના DGP આશિષ ભાટિયા અને ભૌતિક તથા સાયબર સેલના ઉચ્ચ અધિકારીઓ હર્ષ સંઘવી નિવાસસ્થાન ખાતે હાજર રહીને બેઠક યોજી હતી. જેમાં રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડા અને શહેરના પોલીસ કમિશનર પણ વિડિયો પણ જોડાયા છે.