રાજ્યમાં સરકાર છેવાડાના માનવીને પાણી પૂરું પાડવાના દાવા કરી રહી છે. જુલાઈ મહિના સુધી રાજ્યમાં પાણીની તંગી નથી, તેવા દાવાઓ કરવામાં આવે છે. તેવા સમયે એપ્રિલ મહિનાથી પાણી પૂરવઠા બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલા કંટ્રોલરૂમમાં આજ દિન સુધી ચાર હજાર જેટલી પાણી ન મળતું હોવાની ફરિયાદો મળી છે. રોજની 150 કરતાં વધારે ફરિયાદો પાણી પૂરવઠા બોર્ડને મળી રહી છે.
ત્યારે પાણી પૂરવઠા બોર્ડના ચેરમેન જે. પી. ગુપ્તાએ કહ્યું કે, 12 હજારથી વધુ ગામડા અને 100 કરતાં વધુ શહેરમાં પાણી પૂરવઠા બોર્ડ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે એક જ જગ્યાએથી તમામ સમસ્યાઓનું સમાધાન થાય તે માટે બોર્ડ દ્વારા કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેનો ટોલ ફ્રી નંબર 1916 રાખવામાં આવ્યો છે. પહેલા માત્ર પાણીના વિતરણ ની ફરિયાદ કરવામાં આવતી હતી, પરંતુ હવે પાણીને લગતી ફરિયાદ અહીં કરી શકે છે.
CM રૂપાણીના વિસ્તારમાં પણ પાણીની અછત, 4 હજાર ફરિયાદ દાખલ
અહીં જે ફરિયાદો મળે છે તે જે તે વિસ્તારમાં મોકલી આપવામાં આવે છે. કોર્પોરેશન વિસ્તારમાંથી વધુ ફરિયાદો કોર્પોરેશન મોકલી આપવામાં આવે છે અને તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે છે. એપ્રિલ મહિનાથી શરૂ કરવામાં આવેલા કંટ્રોલરૂમમાં સૌથી વધારે ફરિયાદો દક્ષિણ ગુજરાતમાંથી મળી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીની સમસ્યા છે. પરંતુ ફરિયાદ દક્ષિણ ગુજરાતમાંથી મળી છે. જ્યારે 112 જેટલી ફરિયાદો માત્ર રાજકોટ વિસ્તારમાંથી જ નાગરિકો દ્વારા કરવામાં આવી છે.
આ ફરિયાદોમાં અખબાર અને ટીવી ચેનલ સુપર આવતા સમાચાર પણ નોંધવામાં આવે છે. જે વિસ્તારના સમાચાર હોય તે તરફ પાણી પુરવઠા બોર્ડ દ્વારા ધ્યાન આપવામાં આવે છે અને તે વિસ્તારની સમસ્યાનું ઝડપથી નિરાકરણ લવાય છે. અત્યાર સુધી સૌથી વધુ ફરિયાદ છોટાઉદેપુર જિલ્લામાંથી કરવામાં આવી છે. 191 ફરિયાદો છોટાઉદેપુરમાંથી મળી છે. દાહોદ જિલ્લામાંથી પીવાના પાણીની 346 ફરિયાદ મળી છે. પંચમહાલ જિલ્લામાંથી પીવાના પાણીની 360 ફરિયાદ મળી છે. જ્યારે મહીસાગર જિલ્લામાંથી પીવાના પાણીની 780 ફરિયાદ મળી છે.