ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત હાઈકોર્ટે માસ્ક ના પહેરનારા લોકોને ફરજિયાત કોરોના કેરમાં કામ કરવા આદેશ - કોરોના વાઇરસ

ગુજરાતમાં કોરોના વાઇરસનો કહેર વધતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા સાવચેતીના ભાગ રુપે મહત્વના આદેશ આપવામાં આવ્યા છે. કોરોનાકાળમાં માસ્ક ના પહેરનારા લોકોએ ફરજિયાત કોરોના કેસમાં સર્વિસ કરવી પડશે.

Gujarat HighCourt
Gujarat HighCourt

By

Published : Dec 2, 2020, 12:37 PM IST

  • ગુજરાત હાઈકોર્ટે કોરોનાને કારણે આપ્યો મહત્વનો નિર્ણય
  • લોકોએ કોવિડ કેરમાં કરવી પડશે સર્વિસ
  • માસ્ક વગર બહાર નીકળતા લોકો માટે હાઇકોર્ટે આપ્યો મહત્વનો આદેશ
  • 5 થી 15 દિવસનો કાર્ય કરવાનો સમયગાળો સરકાર નક્કી કરશે
  • કોવિડ કેરમાં જવાબદારી નોન મેડિકલ રહેશે

અમદાવાદઃ કોરોના વાઇરસના વધતા જતાં સંક્રમણને રોકવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા લોકોને લઈને હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે, માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા લોકોને હવે કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે.

ગુજરાત હાઇકોર્ટના આદેશ વાંચો બિંદુવારઃ

  • માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા લોકોને પકડી કોમ્યુનિટી સેવાની જવાબદારી સોપવામાં આવશે.
  • ગુજરાત હાઇકોર્ટનો કોરોનાને લઈને મહત્વનો નિર્ણય છે
  • લોકોએ કોવિડ કેરમાં કરવી પડશે સર્વિસ
  • લઘુત્તમ 4 અને મહત્તમ 6 કલાક સુધીની સર્વિસ કરવી પડશે
  • 5થી 15 દિવસનો સમય ગાળો સર્વિસ માટેનો સરકાર નક્કી કરી શકે છે
  • આ ઉપરાંત ઉંમર લાયકાતના ધોરણે જવાબદારી સરકાર નક્કી કરી શકશે
  • જો કે મોટાભાગે જવાબદારી નોન મેડિકલ પ્રકારની રહેશે
  • આ પ્રકારનું જાહેરનામુ બહાર પાડવા સરકારને હાઇકોર્ટની ખંડપીઠે આદેશ કર્યો છે

આ ઉપરાંત કોરોના સુઓમોટો અરજી અંતર્ગત તાપી ખાતે યોજાયેલા લગ્ન સમારોહની કોર્ટે ગંભીર નોંધ લીધી છે. તાપી ખાતે યોજાયેલ લગ્ન સમારોહમાં આટલી ભીડ આવી ક્યાંથી? લગ્ન સમારોહનો વીડિયો અમે જોયો છે. હાઈકોર્ટે સરકારને જણાવ્યું છે. ભાજપના નેતા કાંતિ ગામીતના પરિવારમાં લગ્ન હતા, ત્યારે 6 હજારની ભીડ સામે શું પગલાં લીધા હાઈકોર્ટે સવાલ કર્યા હતા. રાજ્ય સરકાર વતી કોર્ટમાં સરકારી વકીલે જણાવ્યું કે, સરકાર આ મામલે પોલીસ કાર્યવાહી કરી છે અને રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ પણ આપ્યા છે.

ABOUT THE AUTHOR

...view details