ગુજરાત

gujarat

ETV Bharat / state

Surya Namaskar : વધુ એક વિશ્વ રેકોર્ડ સ્થાપવા તૈયાર ગુજરાત, 1 જાન્યુઆરીના રોજ સર્જાશે ઇતિહાસ - વિશ્વરેકોર્ડ સૂર્યનમસ્કાર

ગુજરાત સરકાર 1 જાન્યુઆરી 2024 ના રોજ વિશ્વ રેકોર્ડ સ્થાપવા જઈ રહી છે. હાલમાં ચાલી રહેલી સૂર્ય નમસ્કાર સ્પર્ધા બાદ આગામી સમયમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યભરમાંથી 108 આઈકોનીક સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. જ્યાં એક સાથે 30 હજાર જેટલા સાધકો સૂર્ય નમસ્કાર કરશે. જાણો સંપૂર્ણ વિગત

Surya Namaskar
Surya Namaskar

By ETV Bharat Gujarati Team

Published : Dec 30, 2023, 4:45 PM IST

વધુ એક વિશ્વ રેકોર્ડ સ્થાપવા તૈયાર ગુજરાત

ગાંધીનગર :રાજ્ય સરકાર દ્વારા 1 ડિસેમ્બર 2024 થી 1 જાન્યુઆરી 2024 દરમિયાન યોગ પ્રત્યે જાગૃતિ લાવવાના આશયથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યભરમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 1 જાન્યુઆરી 2024 ના રોજ ગુજરાતના 108 આઇકોનીક સ્થળ પર રાજ્યભરમાંથી આવેલા સ્પર્ધકો દ્વારા સૂર્ય નમસ્કાર કરવામાં આવશે. રાજ્ય યોગ બોર્ડના આયોજન અનુસાર વિવિધ સ્થળો પર 100 થી 1000 સુધીની સંખ્યામાં યોગસાધકો સૂર્યનમસ્કાર કરી વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરશે.

ગુજરાત રેકોર્ડ સ્થાપવા તૈયાર :ગુજરાતના 108 સ્થળ ઉપર સૂર્ય નમસ્કાર કરી વિશ્વ રેકોર્ડ સ્થપાવા જઈ રહ્યો છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારના રમતગમત વિભાગ દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. જિલ્લા તંત્ર અને મ્યુનિસિપલ કમિશનર અથવા તો જિલ્લા કલેકટરને ફંડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 1000 લોકોની સંખ્યા માટેના સ્થળ પરના કાર્યક્રમમાં એક લાખ રૂપિયા, 500 લોકોની સંખ્યા માટેના સ્થળ માટે રુ. 75,000 અને 100 લોકોની સંખ્યા માટેના સ્થળ માટે રુ. 50,000 રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા સંબંધિત જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને ફાળવવામાં આવી છે. રાજ્યના વિવિધ આઇકોનિક પ્લેસ પર 1 જાન્યુઆરીના રોજ સવારે સાત કલાકે આ કાર્યક્રમનું આયોજન થયું છે.

108 સ્થળ પર સૂર્ય નમસ્કાર :સૂર્ય નમસ્કારના કાર્યક્રમ બાબતે ગાંધીનગર જિલ્લા કલેકટર હિતેશ કોયાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેર અને જિલ્લામાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગરના અલગ-અલગ સ્થળ પર 1,600 જેટલા નાગરિકો સૂર્ય નમસ્કાર કરશે. ગાંધીનગર જિલ્લા અને શહેરની વાત કરવામાં આવે તો વિધાનસભા સંકુલ, દાંડીકૂટી, ગાંધીનગર કંથારપુર વડ, પુનિત વન, ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ઘ-4 ના ગાર્ડન ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના આઇકોનિક પ્લેસ :રાજ્ય સરકારના રમત ગમત વિભાગના પ્રધાન હર્ષ સંઘવીએ અગાઉ નિવેદન આપ્યું હતું કે, રાજ્યના અલગ અલગ 108 સ્થળ પર સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન 1 જાન્યુઆરી 2024 ના રોજ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના 108 જેટલા આઇકોનીક જગ્યા પર આ કાર્યક્રમ યોજાશે. આઇકોનીક પ્લેસની વાત કરવામાં આવે તો મોટેરા સૂર્યમંદિર, ડુમ્મસ બીચ, તિથલ બીચ, રાણકી વાવ, નડાબેટ, દ્વારકાધીશ મંદિર, સફેદ રણ, સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ, રાજકોટ, એમએસ યુનિવર્સિટી, અંબાજી મંદિર, બનાસ ડેરી જેવા સ્થળ ખાતે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 30 હજાર જેટલા લોકો આ સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં જોડાશે અને વિશ્વ રેકોર્ડ પણ કાયમ કરશે.

  1. Surya Namaskar Competition : જૂનાગઢના ઐતિહાસિક કિલ્લા ખાતે જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન
  2. Surya namaskar on makar sankranti: 100 યોગાર્થીઓએ 51 સૂર્ય નમસ્કાર વંદના કરી

ABOUT THE AUTHOR

...view details