ગુજરાત

gujarat

ETV Bharat / state

તીડ આક્રમણના સામના માટે ગુજરાત સરકાર તૈયાર, તંત્ર સજ્જ : અશ્વિનીકુમાર - સીએમઓ

છેલ્લા બે દિવસથી રાજસ્થાનમાં તીડનું આક્રમણ વધી રહ્યું છે ત્યારે એ જ તીડ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં પણ પહોંચી ગયાં છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે તીડના આક્રમણ બાબતે પણ ગુજરાત સરકાર સજ્જ છે.

તીડ આક્રમણના સામના માટે ગુજરાત સરકાર તૈયાર, તંત્ર સજ્જ : અશ્વિનીકુમાર
તીડ આક્રમણના સામના માટે ગુજરાત સરકાર તૈયાર, તંત્ર સજ્જ : અશ્વિનીકુમાર

By

Published : May 7, 2020, 6:43 PM IST

ગાંધીનગર : તીડ હુમલા મુદ્દે અશ્વિનીકુમાર વધુમાં જણાવ્યું હતું કે અત્યારે રાજસ્થાનના જેસલમેરમાં તીડ જોવા મળ્યાં છે. રાજ્ય સરકારના કૃષિ અગ્ર સચિવે મહેસાણા, પાટણ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. આ સાથે જ રાજ્ય સરકારે સ્થાનિક તંત્રને પણ સજ્જ કરી દેવાની સૂચના આપી છે. તીડના આક્રમણને રોકવા માટે ટ્રેક્ટરથી દવાના છંટકાવની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉપરાંત તમામ જિલ્લાઓમાં પણ દેખરેખ રાખવામાં આવી રહી છે.

તીડ આક્રમણના સામના માટે ગુજરાત સરકાર તૈયાર, તંત્ર સજ્જ : અશ્વિનીકુમાર
ઉલ્લેખનીય છે કે ચાર મહિના પહેલાં જ તીડ આક્રમણના કારણે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને ગયું હતું ત્યારે હવે લૉક ડાઉન દરમિયાનનું આક્રમણ થતાં ખેડૂતોને વધુ આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે તેવી પણ પરિસ્થિતિ દેખાઈ રહી છે..

ABOUT THE AUTHOR

...view details