સરકારનો નિર્ણય : 15 એપ્રિલથી માર્કેટીંગ યાર્ડ શરતી ખુલશે, શર્તભંગ તો યાર્ડ બંધ - અશ્વિનીકુમાર
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં આવતીકાલથી અથવા તો ટૂંક સમયમાં જ તમામ માર્કેટ યાર્ડ ખોલવામાં આવશે.
ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન વધારવા માટેની જાહેરાત કરી છે, તે બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા ખેડૂતો માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યો છે જેથી રાજ્યમાં આવતીકાલથી અથવા તો ટૂંક સમયમાં જ રાજ્યના તમામ માર્કેટ યાર્ડ ખોલવામાં આવશે.માર્કેટિંગ યાર્ડ ખોલવા બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચીવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે લોકડાઉનમાં રાજ્યના અનાજના માર્કેટ યાર્ડ બંધ છે ત્યારે રાજ્ય સરકારે ચર્ચાવિચારણા કરીને આવતીકાલથી અથવા પછીના દિવસોમા ખેતપેદાશના વેચાણ માટે માર્કેટ યાર્ડ ખોલવામાં આવશે. પરંતુ અમુક શરતોને આધારે માર્કેટ યાર્ડ ખોલવામાં આવશે. જ્યારે તમામ માર્કેટ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવશે.