ગાંધીનગરઆજની કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા(Gujarat tourism office in indian cities ) છે. ગુજરાતમાં ફરવાલાયક સ્થળોમાં રાજ્ય સરકાર દ્વારા અનેક સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે. નવા પ્રવાસનો સ્થળ પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતને ટુરિઝમ હબ બનાવવાની તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવી છે.
પ્રવાસીઓ વધુમાં વધુ મુલાકાતે આવેગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય અને ટુરિસ્ટ દેશો (Gujarat Tourism Development )ઉપર પ્રવાસીઓ વધુમાં વધુ મુલાકાતે આવે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર રાજ્યમાં 28 અને રાજ્ય બહાર 7 પ્રવાસી માહિતી કેન્દ્રોની સેવા શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવકતા જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને એવોર્ડ મળ્યા છે.
આ પણ વાંચોગુજરાત પોલીસ માટે મહત્વના સમાચાર, ઓગસ્ટ માસથી મળશે ભથ્થાનો લાભ
પ્રવાસીઓ વધે અને આવક વધેરાજ્યમાં જેમ પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તે રીતે ગુજરાત સરકારની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે . તેને ધ્યાનમાં લઈને જ રાજ્ય ટુરિસ્ટ પ્લેસ તરીકે અનેક જગ્યાઓ અને સ્થળોની જાહેરાત કરી રહ્યું છે. ત્યારે વર્તમાન સમયમાં ટુરિસ્ટ પ્લેસ તરીકે સોમનાથ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નડાબેટ સીમા દર્શન, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સફારી પાર્ક, ગીરનું જંગલ, માધવપુર બીચ જેવા ટુરિસ્ટોની જાણકારી આ સાત ઇન્ફોર્મેશનની ઓફિસ ખાતે અન્ય રાજ્યના પ્રવાસીઓને આપવામાં આવશે. જેથી રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય અને સરકારની આવકમાં પણ વધારો થાય.
આ પણ વાંચોદેશના સાત શહેરમાં ગુજરાત ટુરિઝમ ઓફિસ ખોલશે સરકાર, કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો
ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ભાર મૂકવામાં આવશેકેબિનેટ બેઢકમાં સપ્ટેમ્બર માસને પોષણ માસ આયોજન તરીકે આયોજન કરવામાં આવ્યું છે. કુપોષણ સામેની લડાઈમાં સામાજિક જાગરૂકતા ખૂબ જરૂરી છે. સપ્ટેમ્બર મહિનો પોષણ માસ તરીકે ઉજવાશે. કુપોષણ સામેની લડાઈમાં ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ભાર મૂકવામાં આવશે. વડોદરાની SSG હોસ્પિટલમાં મહિલા મેટરનીટી હોસ્પિટલ સહિત કિડની હોસ્પિટલનું તૈયાર કરવામાં આવશે.