ગાંધીનગર : રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ(Department of Health) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં પ્રમાણે છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસમાં(Corona's case) સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરમાં સૌથી વધુ 131, વડોદરામાં 41, સુરતમાં 18, રાજકોટમાં 01 પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે કેટલા નાગરિકોનું થયું રસીકરણ
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે કુલ 44,497 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 10,21,28,900 ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રિકવરી રેટ પણ 98.70 ટકા જેટલો નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 12, 04,656 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 5,010 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 41 વેન્ટિલેટર પર અને 4,969 દર્દીઓ સ્ટેબલ છે. કુલ મૃત્યુ 10,896 નોંધાયા છે.