ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમા કોરોનાનાં નવા 1329 કેસ, 1336 ડિસ્ચાર્જ, 16 મોત, કુલ 1,08,295

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો એક લાખને પાર થઈ ગયો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 1329 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 16 દર્દીનાં મોત થયા છે.

Gujarat Corona Update
રાજ્યમા કોરોનાનાં નવા 1329 કેસ

By

Published : Sep 9, 2020, 8:32 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના નવા 1329 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 16 દર્દીનાં મોત થયા છે.

રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 1,08,295 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી બુધવારે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 1336 દર્દીઓને બુધવારે રજા આપવામાં આવી હતી.

રાજ્યમા કોરોનાનાં નવા 1329 કેસ

ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 174, અમદાવાદ કોર્પોરેશન 1489, રાજકોટ કોર્પોરેશન 94, સુરત 92, વડોદરા કોર્પોરેશન 86, જામનગર કોર્પોરેશન 91, વડોદરા 40, રાજકોટ 60, મોરબી 30, અમરેલી 29, પંચમહાલ 29, ભાવનગર કોર્પોરેશન 27, પાટણ 25, ભરૂચ 24, અમદાવાદ 22, દાહોદ 22, જામનગર 22, મહેસાણા 22, ગાંધીનગર 20, ભાવનગર 19, જુનાગઢ કોર્પોરેશન 19, દેવભૂમિ દ્વારકા 18, જુનાગઢ 18, મહીસાગર 16, ગાંધીનગર કોર્પોરેશનની 15, ગીર સોમનાથ 14, તાપી 14, કચ્છ 13, સુરેન્દ્રનગર 13, વલસાડ 13, આણંદ 12, બનાસકાંઠા 12, છોટાઉદેપુર 11, સાબરકાંઠા 11, ખેડા 11, નવસારી 11, બોટાદ 9, નર્મદા 8, અરવલ્લી 7 અને પોરબંદરમાં 7 સામે આવ્યા છે.

રાજ્યમાં હાલ 94 દર્દીને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3152 લોકોના કોરોનાથી મોત થયાં છે. અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 33,037 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 174 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 92 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 265 કેસ સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details