- મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠક
- ગુજરાતમાં ડ્રગ્સ હેરાફેરી બાબતે થશે કરવામાં ચર્ચા
- વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 તૈયારી અંગે પણ કરવામાં આવશે ચર્ચા
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં દર બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની(CM Bhupendra Pate) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું(Cabinet Meeting) આયોજન કરવામાં આવે છે. ત્યારે 24 નવેમ્બરના રોજ યોજાનારી કેબિનેટની બેઠકમાં(cabinet meeting gujarat) મહત્ત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે. જેમાં ગુજરાતમાં જે લોકોના કોરોના વેક્સીનના(Gujarat Corona vaccine) બીજા ડોઝ માટે જે લોકો બાકી છે તે લોકોને વધુમાં વધુ ઝડપી રસીકરણ પૂર્ણ થાય તે બાબતે પણ ખાસ આયોજન કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના ટકોરની થશે ચર્ચા
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ(Supreme Court) દ્વારા કોરોના મૃતકના સ્વજનોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. પણ ગુજરાતમાં હજી સુધી આ બાબતે ફક્ત ફોર્મ વિતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે કોરોના મૃતક બાબતે ખાસ સ્ક્રુટિની કમિટીની(Committee of Scrutiny) રચના કરવામાં આવી છે. આ બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે. ત્યારે આ બાબતે પણ હવે કઈ રીતે ગુજરાત સરકાર આગળ વધશે તે બાબતની ખાસ ચર્ચા પણ કેબિનેટ બેઠકમાં(cabinet meeting) કરવામાં આવશે અને વહેલી તકે કોલેજના મૃતકોને સહાય પ્રાપ્ત થાય તે બાબત પણ આયોજન કરવામાં આવશે.
વાઈબ્રન્ટ ગુજરાત 2022ની તૈયારી