ગુજરાત

gujarat

ETV Bharat / state

વરસાદના કારણે તૂટેલા રોડ રસ્તા નવરાત્રી સુધીમાં રીપેર કરવા કેબિનેટમાં નિર્ણય - Cabinet meeting

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેબિનેટ બેઠકમાં ભારે વરસાદના કારણે જે રોડ રસ્તાઓને નુકસાન થયું છે તે તમામ રોડ રસ્તાઓ નવરાત્રી સુધીમાં મરમ્મત કરવાની સૂચના કેબીનેટ બેઠકમાં આપવામાં આવી છે. વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર અને સુવિધાઓ બાબતે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે.Cabinet meeting of Gujarat, Rain damage to roads, Cabinet Decision 2022

વરસાદના કારણે તૂટેલા રોડ રસ્તા નવરાત્રી સુધીમાં રીપેર કરવા કેબિનેટમાં નિર્ણય
વરસાદના કારણે તૂટેલા રોડ રસ્તા નવરાત્રી સુધીમાં રીપેર કરવા કેબિનેટમાં નિર્ણય

By

Published : Aug 30, 2022, 9:03 PM IST

ગાંધીનગરરાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં (Cabinet meeting of Gujarat)આવ્યું હતું. જેમાં રાજ્યના નાગરિકોને સૌથી વધુ સ્પષ્ટ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)કેબિનેટ બેઠકમાં ભારે વરસાદના કારણે જે રોડ રસ્તાઓને નુકસાન થયું છે તે તમામ રોડ રસ્તાઓ નવરાત્રી સુધીમાં( Rain damage to roads)મરમ્મત થઈને એક દમ સારા કરવાની સૂચના કેબીનેટ બેઠકમાં આપવામાં આવી છે.

કેબિનેટમાં નિર્ણય

વડોદરામાં આરોગ્યની સુવિધાઓ વધારોજીતુ વાઘાણીએ કેબિનેટ(Cabinet meeting) બાબતે નિવેદન આપ્યું હતું કે મધ્ય ગુજરાતના નાગરિકોને વડોદરાની SSG હોસ્પિટલ ખાતે અત્યંત સારવાર અને સુવિધાઓ બાબતે પણ કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં 232 કરોડના ખર્ચે 600 બેટના અત્યંત મધર એન્ડ ચાઇલ્ડ યુનિટ ભૂમિ પૂજન કરવામાં આવશે. જ્યારે 220 બેટની સુવિધા યુક્ત 200 કરોડના ખર્ચે કિડની સ્પાઇન અને આંખના સારવાર માટેના યુનિટ પણ તૈયાર કરવામાં આવશે.

નવા હોસ્ટેલના બિલ્ડીંગની કામગીરી પ્રગતિ હેઠળઆ ઉપરાંત મેડિકલ કોલેજના પાંચસો કરતાં વધુ વિદ્યાર્થીઓ માટે નવા હોસ્ટેલના બિલ્ડીંગની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. સાથે જ 150 કરોડના ખર્ચે 238 બેડનું કારડીયારક અત્યંત યૂનિટ તૈયાર પણ કરવામાં આવશે, આ ઉપરાંત 22 કરોડના ખર્ચે સરકારી જમીનમાં છ માળનું વિશ્રામ સદન બિલ્ડીંગ બનાવવામાં આવશે જેનું આગામી સમયમાં લોકાર્પણ પણ કરવામાં આવશે. જેમાંથી 235 દર્દીના સગા સંબંધીઓ રહી શકશે, આ વિશ્રામ સદનમાં 75 રૂપિયામાં સામાન્ય રૂમ જેમાં કુલ નવ લોકો રહી શકશે અને 125 રૂપિયામાં પ્રાઇવેટ ધરાવતો રૂમ જેમાં કુલ ચાર લોકો રહી શકશે અને 60 માણસનો જમી શકે તેવી ક્ષમતાનો ડાઇનિંગ હોલ પણ બનાવવામાં આવશે.

આ પણ વાંચોનોરતામાં વરસાદ બનશે વિલન, હવામાન ખાતાએ ખેલૈયાઓ માટે માઠા વાવડ આપ્યા

256 તાલુકામાં ડાયાલીસીસ કેન્દ્રો તૈયાર થશેજીતુ વાઘાણી વધુમાં જાહેરાત કરી હતી કે રાજ્યના 256 તાલુકાઓમાં 162 થી વધુ ડાયાલિસિસ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવશે. જેથી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સીટી તરફ આવવું ન પડે જ્યારે આ તમામ કામગીરી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને સંપૂર્ણપણે નિશુલ્ક કરવામાં આવશે.

પ્રવાસન ક્ષેત્રે નિર્ણયરાજ્યમાં સરકાર દ્વારા અનેક પ્રવાસન સ્થળોને વિકાસ કરવામાં આવ્યો છે. ત્યારે અન્ય રાજ્યમાંથી પણ ગુજરાતમાં પ્રવાસીઓ આવે તેને ધ્યાનમાં લઈને કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. આ બાબતે રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિને વધુ વેગમાન બનાવવા અને પ્રવાસીઓને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં તથા રાજ્ય બહાર પ્રવાસન નિગમ હસ્તગત ટુરિસ્ટ ઇન્ફર્મેશન બ્યુરો પ્રવાસી માહિતી કેન્દ્ર શરૂ કરવાના રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં કુલ 34 જગ્યાએ આ પ્રવાસી માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઅટલ વોક વે બ્રિજ માટે ટિકિટના દર જાહેર, બુધવારથી થશે અમલીકરણ

પાંચમા પોષણ માસની શરૂઆતજીતુ વાઘાણીએ વધુમાં મહત્વની જાહેરાત કરી હતી કે આજની કેબિનેટ બેઠકમાં મહિલા અને સ્વાસ્થ્ય બાળકો અને શિક્ષણ જાતિગત સંવેદનશીલતા જળચર અને વ્યવસ્થાપન આદિજાતે વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક જેવી વિવિધ ટીમ આધારિત પાંચમા પોષણ માસની શરૂઆત કરવામાં આવશે. કેન્દ્ર સરકાર મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ આંદોલન માટે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ પાંચમાં પોષણ માસની શરૂઆત કરીને ઉજવણી કરવામાં આવશે. આ અભિયાન રાજ્યભરમાં આગામી 1 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ઉજવવામાં આવશે જ્યારે પોષણની વિવિધ ટીમ હેઠળ ગ્રામ્ય સ્થળે સરપંચ અને ગ્રામ્ય પંચાયતોને કેન્દ્રસ્થાને રાખી પોષણ પંચાયત બનાવવા માટે પણ ભાર મૂકવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details