કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ વીજળીના યુનિટ દીઠ ભાવ મુદ્દે આક્ષેપ કર્યાં ગાંધીનગર : ગુજરાતમાં ખાનગી કંપનીઓ પાસેથી વીજ ખરીદી કરવામાં આવી રહી છે. અગાઉ પણ રાજ્ય સરકારે કરોડો રૂપિયાની અદાણી કંપની પાસેથી વીજળી ખરીદી છે. ત્યારે આજે પોસ્ટર ગુજરાત પાવર લિમિટેડ સાથે વીજ એકમેંટમાં ખાનગી કંપનીઓ જે કે ટાટા અને એસ્સાર કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાની વીજળી ખરીદવામાં આવી છે. જેમાં સરકારે છેલ્લા બે વર્ષમાં 6037 કરોડની ચુકવણી કરી હોવાનું વિધાનસભા સામે આવ્યું છે.
બે વર્ષમાં ટાટા અને એસ્સાર પાસેથી 8788 કરોડની વીજળીની ખરીદી આ પણ વાંચો Electricity price rise: બિલ ભરતી વખતે હવે વધારે ચૂકવવાના થશે, મહિને 167.50 કરોડનો બોજ
બે વર્ષમાં કેટલા યુનિટીની ખરીદી કરી જામજોધપુરના ધારાસભ્ય હેમંત આહીરે ગુજરાત વિધાનસભા કોષ્ટક ગુજરાત પાવર લિમિટેડ સાથે વીજ ખરીદી એગ્રીમેન્ટ બાબતનો પ્રશ્ન કર્યો હતો.જેના જવાબમાં સરકારે જણાવ્યું છે કે ર્ષ 2021માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી કુલ સાત હજાર 315 મિલિયન યુનિટ વીજળીની ખરીદી કરવામાં આવી છે. જેમાં ફિક્સ ચાર્જ રૂપે 703 કરોડ એનર્જી ચાર્જમાં 2.81 કરોડ અને કુલ 2751 કરોડ ની વીજળી સરકારે ખરીદી કરી છે. જ્યારે વર્ષ 2022માં 10,446 મિલિયન યુનિટની વીજળી ખરીદી કરવામાં આવી હતી. જેમાં ફિક્સ ચાર્જ રૂપે 894 કરોડ અને એનર્જી ચાર્જ પેટે 4.92 કરોડ સહિત કુલ 6037 કરોડની વીજળી ખરીદી હતી, આમ રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડના વીજ એગ્રીમેન્ટ પ્રમાણે 8788 કરોડની 17,761 મિલિયન યુનિટ વીજળીની ખરીદી કરવામાં આવી છે.
આ પણ વાંચો રાજ્યમાં મફત વીજળી અપાય તો સરકાર પર કેટલો બોજ પડે, જાણો
અર્જુન મોઢવાડીયાએ કર્યો વિરોધકરોડો રૂપિયાની વીજ ખરીદી બાબતે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ ભાજપ સરકારને આડા હાથે લીધી હતી. તેમણે આક્ષેપ કર્યા હતા કે ગુજરાતમાં પ્રાઇવેટ કંપનીઓ પાસેથી સસ્તા ભાવે વીજળી લેવા માટે રાજ્ય સરકારે ટાટાનું કોસ્ટલ પાવર, એસ્સાર પાવર પ્રોજેક્ટ અને અદાણીના અદાણી પાવર પ્રોજેક્ટ સાથે રૂપિયા 2.26 પૈસાના ખર્ચે વીજળી લેવાના 25 વર્ષના કરાર કર્યા હતાં. તે મુજબ 2022 માં ટાટા પાવર પ્રોજેક્ટ પાસેથી ₹4.92 પૈસા પ્રતિ યુનિટ અને 894 કરોડના એક વર્ષના ફિક્સ ચાર્જીસ સહિત 6 635 કરોડનો પાવર ખરીદવામાં આવે છે અને એમણે પીપી હેઠળ જે પાવર આપવો જોઈએ રાજ્ય સરકારને તે આપ્યો નથી. જેના કારણે ગુજરાતને એક જ કંપની ને ₹3,000 કરોડ રૂપિયા વધારે આવ્યા છે. જેના કારણે ગુજરાતમાં 2. 26 પૈસે યુનિટ વીજળી મળવી જોઈએ તે મોંઘા ભાવે ખરીદાય છે અને જે બાકીના પૈસા છે જેનો લાભ આવી ખાનગી કંપનીઓને આપવામાં આવે છે.