ગાંધીનગર:વર્ષ 2022-23 નું ગુજરાત સરકારનું બજેટ રજુ થઇ ચૂક્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પણ સરકાર કટિબદ્ધ છે. ચાલુ વર્ષે સરકારે કાયદો અને વ્યવસ્થા વિભાગ માટે 2014 કરોડનું બજેટ ફાળવ્યું છે. જુદી જુદી કોર્ટમાં ચલાવવામાં આવતા દાવાઓ અને તેની પ્રક્રિયાને લગતા દસ્તાવેજો પર કોર્ટ ફી લગાડવાની જાહેરાત કરવામાં આવી છે.
25 સીનીયર સિવિલ જજની કોર્ટની સ્થાપના:છેવાડાના માનવી સહિત સમાજના દરેક વર્ગની વ્યકિતને સરળતાથી તથા પારદર્શી રીતે ન્યાય મળી રહે તે એક બંધારણીય અધિકાર છે. માળખાકિય સુવિધાઓના વિકાસ અને ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયપ્રક્રિયામાં સરળતા લાવવા માટે ન્યાયતંત્ર અને સરકાર પ્રયત્નશીલ છે. રાજ્યમાં ન્યાયિક વ્યવસ્થા સુદ્રઢ કરવા આગામી વર્ષોમાં 75 ડીસ્ટ્રીકટ જજની કોર્ટ તેમજ 25 સીનીયર સિવિલ જજની કોર્ટ સ્થાપવામાં આવશે.
દાવાઓ અને તેની પ્રક્રિયાને સરળ અને તર્ક સંગત બનશે: જુદી જુદી કોર્ટમાં ચલાવવામાં આવતા દાવાઓ અને તેની પ્રક્રિયાને લગતા દસ્તાવેજો પર કોર્ટ ફી લગાડવાની જોગવાઇ છે. આ વ્યવસ્થામાં ફેરફાર કરી સરળ અને તર્ક સંગત બનાવવામાં આવશે. ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયપ્રક્રિયામાં સરળતા લાવવા માટે ન્યાયતંત્ર અને સરકાર પ્રયત્નશીલ છે.