ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Budget 2023 : ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય માટે 26 કરોડનું એલાન

કનુ દેસાઈ નાણાપ્રધાન પદ પરથી કનુ દેસાઈ બીજી વખત બજેટ રજૂ કરી રહ્યા છે, ત્યારે બજેટમાં પશુપાલન સહિત 1153 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જાણો તેમને શું મળ્યું.

Gujarat Budget 2023 : પશુપાલકો માટે 1153 કરોડનું મહત્વનું બજેટ, તમને શું મળ્યું જૂઓ
Gujarat Budget 2023 : પશુપાલકો માટે 1153 કરોડનું મહત્વનું બજેટ, તમને શું મળ્યું જૂઓ

By

Published : Feb 24, 2023, 1:23 PM IST

ગાંધીનગર :ગુજરાતનાવિકાસની કરોડજ્જૂ બજેટને લઈને નાણાપ્રધાન કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં તેમનું બીજું બજેટ 2023-24 રજૂ કરી દીધું છે. બજેટમાં પશુપાલન લક્ષીને લઈને કેટલીક અગત્યની જોગવાઈ કરી છે. ત્યારે ચાલો જાણીએ નાણાપ્રધાન પદેથી કનુ દેસાઈનું પશુપાલન બજેટ શું કહે છે જૂઓ.

કૃષિ પશુપાલન શિક્ષણ અને સંશોધન :કૃષિ, પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને પ્રાકૃતિક ખેતી સંલગ્ન શિક્ષણ, વિસ્તરણ તેમજ સંશોધન અંતર્ગત લેબ ટુ લેન્ડના એપ્રોચ સાથે કૃષિ યુનિવર્સિટીઓ, કામધેનુ યુનિવર્સિટી, ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી કાર્યરત છે. આ યુનિવર્સિટીઓમાં માળખાકિય સગવડોના વિકાસ, શૈક્ષણિક કાર્ય અને સંશોધન માટે રી 1153 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આ પણ વાંચો :Budget 2023: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15182 કરોડની જોગવાઈ

પશુપાલન માટે 1153 કરોડની જોગવાઇ : ગૌશાળા, પાંજરાપોળ અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 500 કરોડની જોગવાઈ, મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના અને ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે 109 કરોડની જોગવાઈ અને ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય માટે 26 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકિય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા 12 કરોડની જોગવાઈ, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 ની સેવાઓ માટે રી 10 કરોડની જોગવાઈ અને રાજ્યમાં 150 નવા સ્થાયી પશુ દવાખાના શરુ કરવા 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો :Gujarat Budget 2023: 2000 નવી બસ લોકોની સુવિધા માટે મૂકવામાં આવશે

બજેટપોથીની ખાસ વિશેષતા: ગુજરાત બજેટ પોથીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થિત ગુજરાતના નકશામાં દર્શાવેલ મુખ્ય ક્ષેત્રોના પ્રતીકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટ પોથીમાં કૃષિ અને પશુપાલન, ઉર્જા, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, ઉદ્યોગ અને પ્રવાસન વિભાગ જેવા દરેક ક્ષેત્રોની ડિઝાઈનનો બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે. આ ઉપરાંત આર્થિક, સામાજિક વિકાસ ગુજરાતે કર્યો છે. આવનારી પેઢીના ઉજ્જવળ ભાવિ માટે કેટલીક જોગાવઈઓ પર સરકાર ધ્યાન આપે છે. આગામી પાંચ વર્ષમાં આ માટે 2 લાખ કરોડનો ખર્ચ કરશે. વર્ષ 2023- 23 દરમિયાન ગુજરાતનું 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details