ગુજરાત

gujarat

ETV Bharat / state

વિધાનસભા ચૂંટણી પહેલા નારાજ કર્મચારીઓને મનાવવા સરકારે કમિટીની રચના કરી, એક બેઠક પૂર્ણ - વિધાનસભા ચૂંટણી

આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી આવી રહી છે. રાજ્યમાં કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઈને સરકારથી નારાજ રહ્યા છે. આવા સમયે કર્મચારીઓની નારાગી દૂર કરવા પાંચ પ્રધાનોની એક કમિટીની રચના કરવામાં આવા છે. આ કમિટી કર્મચારી સંગઠનો સાથે ચર્ચા કરીને તમામ આંદોલનોને ઠારવાનો પ્રયત્ન કરશે.government formed a committee,Gujarat Assembly Election 2022, Employee organization

વિધાનસભા ચૂંટણી પહેલા નારાજ કર્મચારીઓને મનાવવા સરકારે કમિટીની રચના કરી, એક બેઠક પૂર્ણ
વિધાનસભા ચૂંટણી પહેલા નારાજ કર્મચારીઓને મનાવવા સરકારે કમિટીની રચના કરી, એક બેઠક પૂર્ણ

By

Published : Aug 29, 2022, 3:23 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે દિવસો (Gujarat Assembly Election 2022)ગણાઈ રહ્યા છે. દિવાળીની આસપાસ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત થશે અને આચાર સહિતા ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો પોલીસને એલાઉન્સ અને પેકેજ આપ્યા બાદ અન્ય કર્મચારીના સંગઠનો સરકારથી નારાજ થયા છે અને પડતર માંગણીઓ બાબતે અનેક વિરોધ અને માંગ કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરીને પાંચ પ્રધાનોની એક કમિટીની (government formed a committe)રચના કરવામાં આવી છે.

નારાજ કર્મચારીઓ મનાવવા માટેની કામગીરી થશેમળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓની (Employee organization )પડતર માંગોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા પાંચ પ્રધાનોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં રાજ્ય સરકારના પ્રધાન જીતુ વાઘાણી, આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, નાણાપ્રધાન કનુ દેસાઈ અને રાજ્યકક્ષાના પ્રધાન હર્ષ સંઘવી તથા બ્રિજેશ મિર્ઝાને આ કમિટીમાં રાખવામાં આવ્યા છે, જે રાજ્ય સરકારના કર્મચારી સંગઠનો સાથે ચર્ચા કરીને તમામ આંદોલનોને ઠારવાનો પ્રયત્ન કરશે.

ક્યાં કર્મચારીઓ કરી રહ્યા છે વિરોધવિરોધની વાત કરવામાં આવે તો અત્યારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ (Employees of Health Department)પંચાયત હસ્તકના કર્મચારીઓ તલાટીઓ શિક્ષકો અને અન્ય 10 જેટલી અલગ અલગ કેડરના કર્મચારીઓ રાજ્ય સરકાર પાસેથી આંદોલનના રૂપે પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે. વેલીમાં વહેલી તકે માંગણીયો સંતોષાય તેવી માંગ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત અનેક કર્મચારી સંગઠનો દ્વારા વિધાનસભામાં ભાજપ વિરોધી મતદાન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે કર્મચારીઓમાં ફેલાયેલા એન્ટી ઇન્કમબન્સીને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કમિટીની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચોAAPએ સંગઠનની ચોથી યાદી જાહેર કરી, 2100 લોકોને સોંપવામાં આવી જવાબદારી

અગાઉ એક બેઠક મળીવિજય રૂપાણીની સરકારમાં સરકારી કર્મચારીઓના વિરોધ બાબતે એક પ્લેટફોર્મ કર્મચારીઓને મળતું હતું. પરંતુ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આવું કોઈ પણ પ્રકારનું પ્લેટફોર્મ ન હતું જેથી સરકારે તાત્કાલિક ધોરણે એક કમિટીની રચના કરીને કર્મચારીઓને રજૂઆત કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. જે અંતર્ગત રાજ્યના સરકારી કર્મચારીઓ દ્વારા પાડવામાં આવેલી હડતાલો ચીમકી બાબતે એક બેઠક પણ કમિટીની ગત અઠવાડિયે મળી ચૂકી છે, ત્યારે કર્મચારીઓના લગતા વળગતા તમામ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવશે અને વહેલીમાં વહેલી તકે કર્મચારીઓના પ્રશ્નનો નિકાલ આવે તે રીતનું આયોજન પણ કમિટી દ્વારા કરવામાં આવશે.

કર્મચારી સંગઠનો દ્વારા ચીમકીગાંધીનગર કર્મચારી સંગઠન દ્વારા પણ રાજ્ય સરકાર વિરુદ્ધ ચમકી ઉચ્ચ વિચારવામાં આવી છે. જેમાં જો રાજ્ય સરકાર સાતમો પગાર પંચ રજાના હકો અને બળતી બદલીના નિયમોનો વેલીસર પાલન નહીં થાય તો આવનારા દિવસોમાં કાળી પટ્ટી ધારણ કરીને ઓફિસમાં હાજર રહેવું ત્યારબાદ 30 સપ્ટેમ્બરના દિવસે પેન ડાઉન જેવા અનેક કાર્યક્રમોની જાહેરાત કર્મચારી સંગઠન દ્વારા કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણી પહેલા આ તમામ કર્મચારી સંગઠનોના પ્રશ્નો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા માટે જ રાજ્ય સરકારે દ્વારા કમિટી તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચોભાજપને કોનો ડર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે ત્રણ સ્તરનો સર્વેક્ષણ શરૂ કરાવ્યો

અન્ય આંદોલન માટે પણ કમિટી કરશે ભલામણગુજરાતી વિધાનસભાની ચૂંટણીની નજીક આવતા જ અન્ય આંદોલનો પણ શરૂ થઈ ગયા છે. જેમાં પાટીદાર સમાજ હોય કે પછી અન્ય સમાજ હોય ત્યારે સમાજના આંદોલન માટે પણ આ કમિટીને રજૂઆત કરવામાં આવશે અને કમિટી સીધા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરશે અને અન્ય સમાજના પડતર પ્રશ્નો પણ ઉકેલવાના પ્રયત્નો વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details