ગાંધીનગરગુજરાત વિધાસનભા ચૂંટણી2022ને (Gujarat Assembly Election 2022) આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. તેવામાં કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલની સાથે રહેનારા યુવા નેતા જયેશ પટેલની સાથે 25થી વધુ PAAS અને કોંગ્રેસના નેતા (PAAS and Congress leaders joined BJP) અને 1500થી વધુ કાર્યકર ભાજપમાં જોડાયા છે. જયેશ પટેલ, બ્રિજેશ પટેલ, ઉદય પટેલ, સુરજ ડેર, રવી પટેલ, ધર્મેશ પટેલ, શિવનાથસિંહ રાઠોડ સહિતના કાર્યકરો ઢોલ નગારા સાથે કમલમ પહોંચ્યા હતા.
PAAS નેતા જયેશ પટેલ અને કરણી સેના અધ્યક્ષ સહિતના હજારો કાર્યકરોએ ધારણ કર્યો કેસરીયો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) હવે બે પખવાડીયા બાકી છે. એવામાં પ્રચાર પ્રસાર તેના ચરમસીમા પર છે. એવામાં આજે યુવા નેતા જયેશ પટેલની સાથે 25થી વધુ PAAS અને કોંગ્રેસના નેતા (PAAS and Congress leaders joined BJP ) અને 1500થી વધુ કાર્યકરો ભાજમાં કેસરીયો લહેરાવ્યો છે. પ્રદીપસિંહ વાઘેલાએ ભાજપનો ખેસ પહેરાવી તમામને ભાજપમાં આવકાર્યા હતા.
PAAS, NSUI, કોગ્રેસ પક્ષના આગેવાનો અને પાસ કાર્યકરો ભાજપમાં જોડાયા બુધવારે જયેશ પટેલ સહિત અનેક નેતાઓએ અને કાર્યકરોએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું (Workers resigned from the Congress party) હતું. તેવામાં PAAS, NSUI, કોગ્રેસ પક્ષના આગેવાનો અને પાસ કાર્યકરો ભાજપમાં નેતા પ્રદીપસિંહ વાઘેલાના ઉપસ્થિતમાં ભાજપમાં જોડાયા હતા. પ્રદીપસિંહ વાઘેલાએ ભાજપનો ખેસ પહેરાવી તમામને ભાજપમાં આવકાર્યા હતા. એક સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને કોંગ્રેસના યુવા નેતા ભાજપમાં કેસરિયો કરતા કોંગ્રેસ પક્ષની મુશ્કેલીમાં વધારો થયો છે.
ભાજપની વિચારધારા સાથે આજે અમે જોડાયા છીએ બીજી તરફ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત સહિતના કાર્યકરો પણ કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા. PAASના પૂર્વ નેતા જયેશ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા સતત અવગણના થયા ભાજપમાં જોડાયાએ છીએ. જ્યારે કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે, ભાજપની વિચારધારા સાથે આજે અમે જોડાયા છીએ અને આવનારા દિવસોમાં અન્ય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષો પણ ભાજપમાં જોડાશે.