ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના (Gujarat Assembly Election 2022)મહિનાઓની જ વાર છે અને રાજકીય પાર્ટી દ્વારા દિવસોની ગણતરી પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકાર વિરુદ્ધ પણ આંદોલનો અત્યારે સામે ઊભા છે તે તમામ આંદોલનને નિષ્ફળ બનાવવા અને તે તમામ માંગણીઓને પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારે એક કમિટીની રચના કરી છે. આ કમિટીની બેઠક( government formed a committee)આજે વિવિધ આંદોલનકારીઓ સાથે મળી હતી. પરંતુ હજી સુધી ચોક્કસ નક્કર કોઈ પરિણામ સામે આવ્યું નથી.
સરકાર સાથે બેઠકો શરૂગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ દિગુભા જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર સાથે જે પાંચ મંત્રીઓની કમિટી તૈયાર કરવામાં આવી છે. તેમની સાથે આજે રાજ્યના કર્મચારીઓના પડતા પ્રશ્નો બાબતે ચર્ચાઓ કરી હતી અમે અમારા આંદોલનના કાર્યક્રમો જાહેર કર્યા હતા. જેમાં ત્રણ તારીખનો અમારો કાર્યક્રમ મૌન રેલી ચાલુ જ રહેશે, જ્યારે સાત તારીખે અમારા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે ત્યારે જે માંગણીઓ સંતોષવામાં આવે તેવા તમામ પ્રયત્નો કરવામાં આવશે. આજે બેઠક બેઠક મળી હતી જ્યારે અમારા મહત્વના મુદ્દા સાતમા પગાર પંચ સળંગ નોકરી અને જૂની પેન્શન યોજના લાગુ કરવાનું છે જ્યારે આંદોલન બંધ નહીં કરવાની જાહેરાત પણ દિગુભા જાડેજાએ કરી હતી.
આ પણ વાંચોચૂંટણી પહેલા શહેરમાં Wall Warનું શું છે રાજકીય ગણિત, સરકારી દીવાલો થઈ ટાર્ગેટ