ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly Election 2022 : આમ આદમી પાર્ટીએ મુખ્ય પ્રધાન તરીકે ઇશુદાન ગઢવીનું નામ કર્યું જાહેર - undefined

આમ આદમી પાર્ટીએ મુખ્ય પ્રધાન તરીકે ઇશુદાન ગઢવીનું નામ જાહેર કર્યું છે. 73 ટકા લોકોએ તેમની તરફેણમાં નામ આપ્યું હતું. ઇશુદાન ગઢવીએ જણાવ્યું કે, મને રાજનિતીમાં લાવવા માટે અરવિંદ કેજરીવાલે સમજાવ્યો હતો. તેમને કહ્યું હતું કે આપણે દેશમાં બદલાવ લાવવાનો છે.

Gujarat Assembly Election 2022
Gujarat Assembly Election 2022

By

Published : Nov 4, 2022, 2:22 PM IST

Updated : Nov 4, 2022, 4:12 PM IST

ગાંધીનગર : આમ આદમી પાર્ટીને ગુજરાતમાં પોતાના ઇલેકશન માટે મુખ્ય પ્રધાનનો ચહેરો ધોષીત કરી દિધો છે. ઇલેકશનમાં આપને ઇશુદાન ગઢવી મુખ્ય પ્રધાનના રુપમાં રાખ્યા છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે સર્વેમાં ઇશુદાનને 73 ટકા વોટ મળ્યા અને જનતાએ તેમને મુખ્ય પ્રધાનના ચહેરામાં જોયા. પાંચ દિવસ સર્વે માટે એક નંબર જાહેર કર્યો હતો 16,38,500 કોલ અને મેસેજ આવ્યા હતા. જેમાંથી 73 લોકોએ ઇશુંદાનની તરફેણમાં વાત રજૂ કરી.

અરવિદ

કોણ છે ઇશુંદાન ગઢવીખેડૂત પરિવારમાં જન્મએક પત્રકાર તરીકે કારકીર્દી શરૂ કરીને આજે રાજકારણ આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) મહત્વના નેતા તરીકે ઓળખાતા ઈસુદાન ગઢવીનો જન્મ 10 જાન્યુઆરી 1982માં જામખંભાળિયાના પીપળિયા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ખેરાજભાઈ હતું, જે પોતે વ્યવસાયે ખેડૂત હતા. ઈસુદાન ગઢવીએ (isudan gadhvi aap) પોતાનું શિક્ષણ પોતાના વતન તેમજ જામનગરની કૉલેજમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું ત્યારબાદ પિતાની ઈચ્છા હોવાથી પત્રકારત્વ માટે અમદાવાદમાં આવ્યા હતા.

ishudan

ગૂજરાત વિદ્યાપીઠમાં શીખ્યા પત્રકારત્વના પાઠનાના ગામડામાંથી આવીને અમદાવાદ જેવા શહેરમાં રહેવું સરળ નથી હોતું, પરંતુ ઈસુદાન ગઢવી (isudan gadhvi aap) અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં (Gujarat Vidyapith) આવીને પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો. તે સમયે વિદ્યાપીઠમાં વિદ્યાર્થી સમસ્યા લઈને કુલપતિ પાસે જઈ શકે તેવો એ માત્ર વિદ્યાર્થી ઈસુદાન હોવાથી તેમને વિદ્યાર્થી લીડર બનાવવામાં આવ્યા હતા. સાથે પિતાનું પણ સપનું હતું કે, ઈસુદાન મોટા થઈને કે પત્રકાર બને તે પોતાની ઇચ્છા પણ પુરી કરી રહ્યા હતા. વર્ષ 2014માં તેમના પિતાનું અવસાન થયું પણ પિતાએ કહેલું જીવનમાં કાઈ પણ થાય પણ પત્રકારત્વ છોડતો નહીં. તેમને પોતાના પત્રકારત્વ દક્ષિણ ગુજરાતની એક ખાનગી ચેનલમાંથી શરૂઆત કરી હતી.

150 કરોડના કૌભાંડનક પર્દાફાશ કર્યોપત્રકારત્વમાં તેમની કારકિર્દીની શરૂઆતમાં, ગઢવીએ ‘યોજના’ નામના લોકપ્રિય દૂરદર્શન શૉમાં કામ કર્યું હતું. વર્ષ 2007થી 2011 સુધી તેમણે પોરબંદરમાં ક્ષેત્રીય પત્રકાર તરીકે ETV ન્યૂઝ ગુજરાતીમાં કામ કર્યું હતું. બાદમાં તેમણે તેમના ન્યૂઝ શૉંમાં ગુજરાતના ડાંગ અને કપરાડા તાલુકામાં ગેરકાયદેસર વનનાબૂદીના 150 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જેના પછી ગુજરાત સરકારને પગલાં લેવાની ફરજ પડી હતી. આ ઘટનાએ ગઢવીને (isudan gadhvi aap) ખ્યાતિમાં વધારો કરવામાં મદદ કરી અને તેમને નિર્ભય પત્રકારનો બિલ્લો મળ્યો.

એક ટીવી ચેનલ કાર્યક્રમથી તેમનું કદ વધ્યુંઈસુદાન ગઢવી (isudan gadhvi aap) દક્ષિણ ગુજરાતની ખાનગી ચેનલમાં કામ કર્યા બાદ તેમને અન્ય એક ચેનલમાં બ્યૂરોચીફ તરીકે જવાબદારી મળી હતી. તેમને તે જવાબદારી ખૂબ જ સુંદર રીતે નિભાવી જેમાં તેમના એક કાર્યક્રમ નામના ટીવી શૉના કારણે તેમની લોકપ્રિયતા સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી. આ કાર્યક્રમમાં તેઓ મધ્યમ વર્ગ, ખેડૂતો લગતા પ્રશ્નો સરકાર સમક્ષ મૂકતા હતા. આના કારણે તાલુકા અને ગામડા લેવલ તેમનું કદ દિવસેને દિવસે વધતું ગયું હતું. બીજી તરફ સરકાર સામે અનેક સવાલો કરવા છતાં કોઈ નિરાકરણ બહાર ન આવતા તેમણે વિચાર્યું કે, આ ગંદકી સાફ કરવા માટે મારે પોતે ગંદકીમાં પડવું ઉતરવું પડશે. એટલે તેમણે પત્રકારત્વ છોડી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

આમ આદમી પાર્ટીમાં મહત્વના નેતાઈસુદાન ગઢવી (isudan gadhvi aap) આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાથે આમ આદમી પાર્ટી ખેસ ધારણરણ કરી આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે મહત્વનું પદ મળ્યું છે. તેમને અને ગુજરાતની વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે. ઈસુદાન એક પત્રકાર હોવાથી ભાજપ અને કૉંગ્રેસની અંદરની વાત પણ સારી રીતે જાણે છે. ઈસુદાન ગઢવી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દરિયાકિનારે વિસ્તારમાં પ્રવાસ કરી ચુક્યા છે.

વિવાદમાં રહ્યાડિસેમ્બર 2021માં ગુજરાત ભાજપ સરકારના શાસનમાં સરકારી ભરતીના પેપર ફૂટવાના કારણે ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, મનોજ સોરઠીયા સહિતના નેતાને ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ઈસુદાન ગઢવી (isudan gadhvi aap) પર છેડતીનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો.

Last Updated : Nov 4, 2022, 4:12 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details