ગાંધીનગર: ગુજરાત રાજ્યની 14મી (Gujarat Assembly Election) વિધાનસભા ના અંતિમ ચોમાસુ સત્ર 21 અને 22 સપ્ટેમ્બર ના રોજ યોજાશે. અગાઉ 31 માર્ચ 2022ના બજેટ સેશનનો અંત દિવસ હતો મહત્વની વાત કરવામાં આવે (Gujarat Assembly seat) તો બજેટ સેશનના અંતિમ દિવસે તમામ ધારાસભ્યોના ફોટો સેશન પણ રાખવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની અનોખી વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યએ દેશને પ્રથમ મહિલા સ્પીકર તરીકે નીમાબેન આચાર્યને નિમણૂક કરવામાં આવી હતી.
પક્ષ વાર ધારાસભ્યો:14મી વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોની વાત કરવામાં આવે તો ભાજપ પક્ષના 111 ધારાસભ્યો, કોંગ્રેસના 64 અને એન સી પી 1, બિટીપી 2 અને અપક્ષ તરીકે 1 ધારાસભ્ય તરીકે 179 ધારાસભ્ય તરીકે હાજરી આપી છે. જ્યારે 14મી વિધાનસભા દરમિયાન ઉંઝાના ધારાસભ્ય ડોકટર આશાબેન પટેલ અને કોંગ્રેસના ડોકટર અનિલ જોશીયારાનું નિધન નીપજ્યું હતું. જ્યારે 14મી વિધાનસભા મળી ત્યારે વર્ષ 2018ની પ્રથમ બેઠકમાં ભાજપ ના 99 ધારાસભ્યો, કોંગ્રેસના 77 ધારાસભ્યો અપક્ષ 1, બિટીપી 2 અને એન.સી.પીના 2 ધારાસભ્યો તરીકે ચૂંટાયા હતા. જ્યારે પક્ષ વાર વાત કરીએ તો ભાજપમાં 10 અને કોંગ્રેસમાં 3 મહિલા ધારાસભ્યો છે.
રાજેન્દ્ર ત્રિવેદીએ સૌથી વધુ રાજીનામાં લીધાઃચૌદમી વિધાનસભા ની વાત કરવામાં આવે તો આજ સુધી માં ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌથી વધુ ધારાસભ્યો રાજીનામાની લેનારા અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદી નું નામ સામે આવે છે આમ 14 વિધાનસભામાં કુલ 19 જેટલા ધારાસભ્યોના રાજીનામાં પક્ષ પલટા અને લોકસભાની ચૂંટણી કારણે રાજીનામાં પડ્યા હતા અને આ તમામ રાજીનામાં અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વીકાર્યા હતા જ્યારે અગાઉ રમણલાલ વોરાએ અધ્યક્ષ તરીકે 16 જેટલા ધારાસભ્યના રાજીનામા સ્વીકાર્યા હતા.
સાર્જન્ટને ડ્રેસ આપ્યોઃગુજરાત વિધાનસભાના સાર્જન્ટ અને કોઈપણ પ્રકારનો ટ્રેસ હતો નહીં ફક્ત સફારી પહેરીને જ તેઓ ફરજ બજાવતા હતા ત્યારે ચૌદમી વિધાનસભા માં અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ તમામ સાર્જન્ટ ના ડ્રેસ ચેન્જ કરવાનો નિર્ણય કર્યો હતો અને તમામ સાર્જન્ટ જે વિધાનસભા ગૃહ ની અંદર અને બહાર ફરજ બજાવે છે તેઓને શુટબુટમાં ફરજ બજાવવાની નવી પ્રણાલી શરૂ કરવામાં આવી હતી.
પેપર લેસ બજેટઃવર્ષે 2020માં કેન્દ્ર સરકારે પેપર લેસ બજેટ રજૂ કર્યું હતું તેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર એટલે કે વિજય રૂપાણી સરકારમાં નાણા પ્રધાન નીતિન પટેલે પણ પેપર લેસ બજેટ શુરૂ કરવાની પ્રણાલિકા શરૂ કરાઇ હતી.આ સાથે જ ગુજરાત રાજ્યના નાણા વિભાગ દ્વારા એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી જેમાં આ બજેટ સામાન્ય લોકો પણ એપ્લિકેશનના માધ્યમથી લાઈવ નિહાળી શકે આ સાથે જ ગમે ત્યારે બજેટને જોઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી જ્યારે આ વર્ષે પણ પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું..
ક્યાં મહત્વના બિલઃગુજરાત વિધાનસભા ની વાત કરવામાં આવે તો ગૃહમાં 14મી વિધાનસભા દરમિયાન કૌશલ યુનિવર્સિટી શિક્ષણ બિલ, જીએસટી સુધારા બિલ, ભારતીય ભાગીદારી સુધારા, લેન્ડ ગ્રેબીગ એક્ટ, ગુંડા એક્ટ, લવ જેહાદ બિલ, ગુજરાત પંચાયત સુધારા બિલ, ગુજરાત શહેરી વિસ્તારમાં ઢોર નિયંત્રણ બિલ, અશાંત ધારા સુધારો બિલ સાથે અનેક સુધારા વધારા ના બિલ પણ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા.