ગાંધીનગર:વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે સતત અઠવાડિયા (Gujarat Assembly 2022 )સુધી ખેડૂતોને વીજળી નહીં મળવાનો વિરોધ કર્યો હતો. વિધાનસભા ગૃહમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાની વાત પણ કરી હતી પરંતુ ચાર દિવસ પણ વિજળી પ્રાપ્ત થઈ ન હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા સંકુલ બહાર કપડાં કાઢીને વિરોધ કર્યો હતો. આજે વીજળી બાબતે (Bharatiya Kisan Sangh)રાજ્ય સરકારે રચેલી કમિટી સાથે કિસાન સંઘની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ બેઠક મળશે અને રાજ્યના ખેડૂતોને (Electricity To Farmers In Gujarat)સમયસર અને પૂરતી વીજળી મળે તે બાબતનું આયોજન પણ આ બેઠકમાં કરવામાં આવશે.
Gujarat Assembly 2022: વીજળી મુદ્દે કિસાન સંઘ સાથે સરકારની કમિટી બેઠક કરશે - Bharatiya Kisan Sangh
વિધાનસભા ગૃહ(Gujarat Assembly 2022 ) માં કોંગ્રેસે ખેડૂતોને વીજળી નહીં મળવાનો વિરોધ કર્યો હતો. આજે વીજળી બાબતે રાજ્ય સરકારે રચેલી કમિટી સાથે કિસાન સંઘની બેઠકનું (Bharatiya Kisan Sangh)આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રાજ્યના ખેડૂતોને સમયસર અને પૂરતી વીજળી(Electricity To Farmers In Gujarat) મળે તે બાબતનું આયોજન કરવામાં આવશે.
ખેડૂતોને વીજળીના મળે એમાં સરકારને શું ફાયદો -આ બાબતે રાજ્યના પ્રવક્તા પ્રધાન અને વીજળી કમિટીના સભ્ય જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને પૂરતી વીજળી મળે અને તેમના ઊભા થયેલા પાકને કોઇ પણ પ્રકારનું નુકસાન ના થાય અને ખેડૂતોની આવક વધે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જ્યારે ખેડૂતોને વીજળી ના મળે એમાં રાજ્ય સરકારને શું ફાયદો તેવા પણ પ્રશ્ન કર્યા હતા. જ્યારે આ તમામ પ્રશ્ન ઉકેલવા માટે આજે ભારતીય કિસાન સંઘ સાથે આ બાબતે ખાસ બેઠક પણ યોજવામાં આવશે જેમાં તમામ પડતર પ્રશ્નોનું સમાધાન આવશે અને ખેડૂતોને સમયસર વીજળી મળે તે બાબતની પણ યોજના તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચોઃરાજ્ય સરકારનો નિર્ણય: ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી