ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly 2022: નર્મદા યોજના મુદ્દે હોબાળો થતા 15 મિનિટ વિધાનસભા મુલતવી રાખવી પડી - Gujarat Assembly seat

ગુજરાત વિધાનસભામાં નર્મદા નદીના યોજના મુદ્દે ભારે (Gujarat Assembly 2022 )હોબાળો થયો હતો. જેના લીધે વિધાનસભા 15 મિનિટ સુધી મુલતવી રાખવામાં આવી હતી. સી.જે.ચાવડા નર્મદા નદી કલ્પના (Narmada scheme)કોણે અને ક્યારે કરી એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતા પ્રોસેસ ચાલુ છે. કલ્પના સરદાર વલ્લભભાઈ પટેલ 1947માં કરી હતી. તેવો જવાબ આપતા ભારે હોબાળો થયો હતો.

Gujarat Assembly 2022: નર્મદા યોજના મુદ્દે હોબાળો થતા 15 મિનિટ વિધાનસભા મુલતવી રાખવી પડી
Gujarat Assembly 2022: નર્મદા યોજના મુદ્દે હોબાળો થતા 15 મિનિટ વિધાનસભા મુલતવી રાખવી પડી

By

Published : Mar 31, 2022, 2:35 PM IST

ગાંધીનગરઃ નર્મદા નદીના યોજના (Narmada scheme)મુદ્દે વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસ નેતા અને ભાજપ નેતા સામસામે આવ્યા હતા. વિધાનસભા 15 મિનિટ સુધી મુલતવી રાખવામાં ફરજ પડી હતી.

નર્મદા યોજના મુદ્દે હોબાળો

નર્મદા યોજના મુદ્દે ભારે હોબાળો -કોંગ્રેસ નેતાએ આજ વિધાનસભામાં પ્રશ્નોતરીમાં સી.જે.ચાવડા નર્મદા નદી કલ્પના કોણે અને ક્યારે કરી એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.તેનો જવાબ આપતા પ્રોસેસ ચાલુ છે. કલ્પના સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel )1947માં કરી હતી.તેવો જવાબ આપતા ભારે હોબાળો થયો હતો. ગુજરાત વિધાનસભા પ્રશ્નોતરી દરમિયાન નર્મદા મુદ્દે ભારે હોબાળો થયો હતો. નર્મદા મુદ્દે યોજનાની કલ્પના સરદાર વલ્લભભાઈ પટેલે નહિ પણ જવાહરલાલ નહેરુએ કરી હતી. કોંગ્રેસ ધારાસભ્ય સી.જે.ચાવડાના નિવેદન ભારે હોબાળો થયો હતો.

આ પણ વાંચોઃGujarat Assembly 2022: ઉર્જા પ્રધાન કનું દેસાઈનું નિવેદનમાં AC ઓછું વાપરોની સલાહ, જેથી વીજળીનો બચાવ થાય

કોંગ્રેસે સરદાર વલ્લભભાઈનું અપમાન કર્યું -પૂર્વ મુખ્યપ્રધાન નીતિન પટેલ જણાવ્યું હતું કે આજ કોંગ્રેસે આજ નર્મદામાં યોજના કલ્પના જવાહરલાલ નહેરુ કરી આવા નિવેદનથી સરદાર સાહેબનું અપમાન થયું છે. તેમના નિવેદન વિશે વધુ જણાવ્યું હતું કે 1947માં સરદાર પટેલે નર્મદા યોજનાની કલ્પના કરી હતી.અને સમગ્ર રણનીતિ ભાઈકાકાને સોંપવામાં આવી હતી.

નર્મદા યોજનાનો મુખ્ય ઉદ્દેશ જનતાને મદદરૂપ થાય -આજે નર્મદા યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યના ખેડૂતને સિંચાઇ માટે પાણી, છેવાડાના ગામડામાં પીવા મટે પાણી મળી રહે, ચોમાસાનું પાણી દરિયા જતું અટકાવું આ ઉદ્દેશથી નર્મદા યોજના અમલમાં મૂકવામાં આવી હતી.

નહેરુ પરિવાર ના હોત તો ભારત દેશના હોત તેવી માનસિકતા કોંગ્રેસની -દેશમાં કોંગ્રેસ સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, બાબાસાહેબ આંબેડકર, વીર ભગતસિંહ જેવા મહાન લોકોના નામ ભુસ્વનો પ્રયત્ન કરો રહી છે.કોંગ્રેસની એવી માનસિકતા છે જો નહેરુ પરિવારના હોત ભારતની કલ્પના ન કરી શકીએ આજ કોંગ્રેસ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું છે.

નર્મદા યોજના કામ કોંગ્રેસ અટકાવ્યા -જેતે સમયે કેન્દ્રની કોંગ્રેસ સરકારે નર્મદા યોજના આગળના કામ અટકાવ્યા હતા.અને ગુજરાત સાથે જેતે સમયે કોંગ્રેસ સરકારે ગુજરાત સાથે અન્યાય કર્યો હતો.પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા 17 દિવસમાં જ પડતર કામોની મંજૂરી આપી દીધી હતી.આ યોજન થકી જ રાજ્યમાં કચ્છ સુધી પાણી પહોચ્યું છે. નર્મદા પાણી થકી ખેડૂત સમૃદ્ધ બન્યો છે.અને ગુજરાત હરિયાળું બન્યુ છે.
આ પણ વાંચોઃGujarat Assembly 2022 : 5 મેડિકલ કોલેજોની અરજી વર્ષોથી પડતર, સૌની યોજનામાં કરોડોનો ખર્ચ છતાં પણ યોજના પૂર્ણ નથી થઇ

ABOUT THE AUTHOR

...view details