ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે, રમત-ગમત પ્રધાને વિધાનસભામાં ( Gujarat Assembly 2022 )પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ખેલ મહાકુંભના ખુબ જ વખાણ કર્યા. ત્યારે મારી રજૂઆત હતી કે,ખેલ મહાકુંભ(Khel Mahakumbh) પાછળ કરોડોનો ખર્ચો થાય છે. પરંતુ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી થતી નથી.
વ્યાયામ, ચિત્ર અને સંગીતના શિક્ષકો નથી? -આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુરની કોલેજમાંથી પહેલાં અનેક વ્યાયામ શિક્ષકો મળતા હતા. પરંતુ ઘણા સમયથી આ કોલેજો બંધ છે. કારણ કે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. શાળામાં ચિત્ર અને સંગીતના શિક્ષકો પણ નથી. આ બંને વિષયો પણ બાળકોના અભ્યાસમાં એટલા જ જરૂરી છે.