ગાંધીનગર:વિધાનસભા ગૃહમાં (Gujarat Assembly 2022)આજે પ્રથમ સેશન દરમિયાન રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટ ઉપર સામાન્ય ચર્ચા યોજાઇ હતી. એ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભા ગૃહમાં કટાક્ષ કરતા નિવેદન આપ્યું હતું કે ભાજપ સરકાર સતત ટોણાં મારે(BJP government is taunting) છે કે કોંગ્રેસ 70 વર્ષમાં કંઈ જ કર્યું નથી ત્યારે હું કહેવા માગું છું કે આજે તમે જે વિધાનસભામાં બેઠા છો કે વિધાનસભા કોંગ્રેસે બનાવી છે અને જે વિધાનસભામાં બેઠા છો અને જે શાળા કોલેજમાં ભણીને વિધાનસભામાં આવ્યા છો તે શાળા કોલેજ પણ કોંગ્રેસે બનાવી છે ત્યારે હવે મને એ વાતની પણ બીક લાગી રહી છે કે ક્યાંક આ સરકારમાં વિધાનસભા તો વેચાઈ નહીં જાય ને ? ત્યારે આ નિવેદન બાદ અધ્યક્ષાએ વિધાનસભા વેકવાના શબ્દો રેકોર્ડ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
આદિવાસી સમાજના કામ નથી થતા - કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પોતાના વ્યક્તવ્ય દરમિયાન વિધાનસભાગૃહમાં જણાવ્યું હતું કે ગત વર્ષના બજેટમાં જોગવાઈ પ્રમાણે વાપરવામાં આવી નથી. જ્યારે ગત વર્ષના બજેટમાં આદિવાસી વિસ્તારમાં 52 ટકા રકમના હજી સુધી કોઈપણ પ્રકારનો ઉપયોગ થયો નથી અને આદિજાતિના લોકોએ 200 જેટલી જ મેળવવા માટેની અરજી કરી હતી પરંતુ હજી સુધી કોઈ પણને લીઝ આપવામાં ન આવી હોવાનું નિવેદન પણ મોહનસિંહ રાઠવાએ વિધાનસભાગૃહમાં કરવામાં આવ્યું હતું સાથે જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 60 વર્ષના વયના લોકોના લાયસન્સ પણ રદ્દ (License also revoked)કર્યા છે. તે ફરીથી રીન્યુ કરવા અને બંદુકના લાયસન્સ (Gun license)ધરાવતી વ્યક્તિના 60 વર્ષ થાય એટલે લાયસન્સ કલેક્ટર દ્વારા રદ કરી દેવામાં (License revoked by the Collector0આવે છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂત આદિવાસીના બંદૂકના લાયસન્સ આ નિયમના કારણે રદ્દ થયા છે. તેથી રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે થયેલા બંદૂકના લાયસન્સ રીન્યુ કરે તેવી પણ માંગ વિધાનસભાગૃહમાં કરવામાં આવી હતી.
ગ્રામ્ય વિસ્તારોમાં બસ આવે એટલે સમજવું કે વડાપ્રધાન આવ્યા -ગુજરાત વિધાનસભાગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિઝીટ ઉંમરે વધુમાં નિવેદન આપ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં બસની પણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી નથી. પરંતુ જો કોઈ ગ્રામ્ય વિસ્તારમાં બસ આવે તો સમજવું કે વડાપ્રધાન આવ્યા છે. આમ વડાપ્રધાન આવે ત્યારે જ ગામમાં બસ આવતી હોવાની આક્ષેપ પણ વિધાનસભા ગૃહમાં કર્યો હતો જ્યારે દોડ રસ્તા બાબતે નિવેદન આપ્યું હતું કે સૌરાષ્ટ્રના રસ્તામાં રાજ્ય સરકાર 25 DM અને દક્ષિણ ગુજરાતમાં 37 DMના રોડ તૈયાર કરે છે જેથી વરસાદની સિઝનમાં સૌરાષ્ટ્રના તૂટી જાય છે પરંતુ દક્ષિણ ગુજરાતના રોડ તૂટતા નથી. આ ઉપરાંત બાવળા ઓવરબ્રિજ છેલ્લા કેટલાય વર્ષથી કામકાજ ચાલુ છે. તે રસ્તાનું કામ પણ પૂર્ણ થતું નથી.
હવે તો પાણીની લાઈનો પણ તૂટે છે -ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય બીજી ઉંમરે નિવેદન કર્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારે 1.20 લાખ કિલોમીટરની પાણીની પાઈપલાઈનનું વ્યવસ્થા સાથેનું નેટવર્ક ઊભું કર્યું છે જ્યારે આજે લાઠી વિધાનસભા વિસ્તારમાં પીવાના પાણીની કોઇ જ સુવિધા ઉપલબ્ધ નથી. એટલું જ નહીં જે રીતે ભાજપ સરકારમાં જાહેર પરીક્ષાના પેપર ફુટે છે તેમ નર્મદા યોજનાની નહેરોની પાઈપ લાઈન પણ તૂટી હોવાના આક્ષેપ પણ વિધાનસભા ગૃહમાં કર્યા હતા ત્યારે વિધાનસભા ગૃહમાં બંને પક્ષો આમને સામને આવી ગયા હતા.