ગાંધીનગરઃગુજરાતમાં વિધાનસભા ચૂંટણી( Assembly elections in Gujarat)આવનાર છે તેવામાં પાટીદારો પર થયેલા કેસો પરત લેવા માટે થઈ સરકાર સક્રિય થઈ છે. જો.કે કોંગ્રેસે આ પ્રક્રિયાને સરકારની એક લોલીપોપ ગણાવી છે.
સરકારને કેસ પરત લેવા રજૂઆત કરી -ગુજરાતમાં 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલનમાંપાટીદારો (Patidar Anamat Andolan)ઘણા કેસો થયેલા છે. જેને પરત ખેંચવા માટે થઈ પાટીદાર અગ્રણીઓસરકારને સતત રજુઆત (Gujarat Assembly 2022)કરી રહ્યા છે. તેવામાં સરકાર દ્વારા કલેક્ટર સહિત વહીવટી તંત્ર પાસે કેસોની વિગતો(Case on Patidar in agitation)મંગાવવામાં આવી છે. જેને લઈ ગુજરાત કોંગ્રેસના( Gujarat Congress)ધારાસભ્ય કિરીટ પટેલે આ પ્રક્રિયા સરકારની લોલીપોપ ગણાવી છે.
આ પણ વાંચોઃPatidar Anamat Andolan: પાટીદાર આંદોલનને લઈને હાર્દિક પટેલની જાહેરાત બાદ અલ્પેશે આપ્યો ટેકો
પાટીદાર અનામત આંદોલન -પાટીદાર આંદોલન દરમિયાન જે કેસો થયા હતાં. તેમાં કેટલા કેસો થયેલા હતાં. મારા પાટણ અને મહેસાણા જિલ્લામાં કેટલા કેસો થયા હતાં તેની માહિતી માંગી હતી. સરકારે માહિતી આપી પણ નથી. સબ જ્યુડિશિયલ બાબત છે. માત્ર સરકાર ગેરમાર્ગે દોરી રહી છે. સબ જ્યુડિશિયલ મેટર હોય તો કોઈ એક કેસ માંગી હોય તો ન આપે તે બાબત યોગ્ય છે. પરંતુ કેટલા કેસો થયા અને કેટલા પરત ખેંચ્યા તેની માહિતી પણ આપી નથી.
સરકારે એક પણ પાટીદારના કેસ પાછા ખેંચ્યા નથી -છેલ્લા ચાર વર્ષથી વચન આપ્યા હતાં. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ વચન આપ્યા હતાં. સરકારે એક પણ પાટીદારના કેસ પાછા ખેંચ્યા નથી, મારી જ વાત કરું તો મારી પર જે કેસ હતાં. મને નીચલી GMFCએ નિર્દોષ છોડ્યો હતો. તો બીજી તરફ સેશન્સ કોર્ટમાં તેની અપીલ થઈ હતી. તેને સેશન્સ કોર્ટે અપીલ રદ કરી હતી. જેનાથી સ્પષ્ટ છે કે સરકાર પરત ખેંચવાની વાત કરે છે તો બીજી તરફ જે પાટીદાર પર કેસો ચાલ્યા છે જેમાં તેઓ નિર્દોષ છૂટે તો તેમની પર અપીલ કરે છે. તેથી ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવે છે. ત્યારે સરકારને ડર લાગ્યો હોય અને તેથી માહિતી મંગાવી પરત ખેંચવાની વાતો કરી રહી છે.
આ પણ વાંચોઃHardik letter to Naresh Patel: હાર્દિકના આમંત્રણ મુદ્દે નરેશ પટેલે ચોખ્ખું કહ્યું કે ખોડલધામ ક્યારેય રાજકીય મંચ નહીં બને