ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly 2022: ખેડૂતોના પાણી અને વીજળી પ્રશ્ને કોંગ્રેસનો વિધાનસભામાં વિરોધ, સૂત્રોચ્ચાર સાથે વોક આઉટ - દ્વારકા નો ઇતિહાસ

ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને અનિયમિત મળતી વીજળી અંગે કોંગ્રેસે ગૃહમાં (Gujarat Congress protest)હોબાળો મચાવ્યો હતો. ગુજરાત કોંગ્રેસે ખેડૂતોની પાણી અને વીજળી અંગેની માંગ સાથે સરકાર સામે બાંયો ચઢાવી ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું.

Gujarat Assembly 2022: ખેડૂતોના પાણી અને વીજળી પ્રશ્ને કોંગ્રેસનો વિધાનસભામાં વિરોધ, સૂત્રોચ્ચાર સાથે વોક આઉટ
Gujarat Assembly 2022: ખેડૂતોના પાણી અને વીજળી પ્રશ્ને કોંગ્રેસનો વિધાનસભામાં વિરોધ, સૂત્રોચ્ચાર સાથે વોક આઉટ

By

Published : Mar 15, 2022, 7:05 PM IST

ગાંધીનગરઃખેડૂતોને સિંચાઈ માટે પાણી અને અનિયમિત મળતી વીજળી અંગે ગુજરાત કોંગ્રેસે આજે વિધાનસભામાં સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યના ઊર્જાપ્રધાને બે દિવસમાં અપૂરતી વીજળીનો પ્રશ્ન હાલ કરવાની ખાતરી આપી છે. આમ છતાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ (Gujarat Congress protest)કર્યો અને બાદમાં વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોના ઉગ્ર વિરોધને પગલે ગૃહમાં સાર્જન્ટ પણ બોલાવવામાં આવ્યા હતાં. સમગ્ર રાજ્યમાં વીજળીનો મુદ્દો ઉઠી રહ્યો છે. તો બીજી તરફ વીજળી ન મળતા ખેડૂતો પણ (Farmers demand water and electricity)આક્રમક થયા છે. ગુજરાતમાં વીજળીના મુદ્દાને લઈ કૉંગ્રેસ પણ આક્રમક મૂડમાં છે. બે દિવસમાં વીજ સમસ્યા દૂર થવાના સરકારના દાવા પર કૉંગ્રેસે ગૃહમાં હોબાળો કર્યો છે.

કોંગ્રેસનો વિધાનસભામાં વિરોધ

ભારતીય કિસાન સંઘે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો -ખેડૂતોને અપાતી અપૂરતી વીજળી મુદ્દે ભારતીય કિસાન સંઘે(Bharatiya Kishan Sagh) મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. પૂરતો વીજ પુરવઠો ખેડૂતોને આપવા રજૂઆત કરી છે. કિસાન સંઘે પત્રમાં ઉલ્લેખ કર્યો કે અનિયમિત વીજળીના કારણે ખેડૂતોનું એક માત્ર આવકનું સાધન ખેતી પોતાની નજર સમક્ષ સુકાઈ રહી છે. વર્તમાન સમયમાં કોલસા અને નેચરલ ગેસના (Coal and natural gas)ભાવમાં વધારો, વિંડ પાવરથી ઉત્પન્ન થતી વીજળીમાં પણ ઘટાડો થયો હોવાની રજૂઆત કરી છે. આ સાથે 15 માર્ચ સુધી ખેતી માટે જે પાણીનો જથ્થો આપવાની મર્યાદા છે તે વધારવાની પણ કિસાન સંઘે મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરી છે.

આ પણ વાંચોઃભાજપની કાર્યકર્તાને ન્યાય આપવા કોંગ્રેસ વિરોધ કરશે : શૈલેષ પરમાર

પ્રધાનો અને અધિકારીઓના જવાબમાં અનેક વિસંગતા -ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યું કે ગૃહમાં વીજળી માટે અનેક સવાલો કોંગ્રેસના ધારાસભ્યો કર્યા છે. આ સવાલોના જવાબમાં ધારાસભ્યો અને અધિકારીઓ વચ્ચેના જવાબમાં મોટો તફાવત આવે છે. પ્રધાન આપે તે જવાબ પણ કંઈક અલગ છે જ્યારે અધિકારીઓ જે જવાબ આપે છે તેમાં તફાવત છે. ગુજરાત વીજળીમાં પ્લસ હોય તો ખેડૂતોને શા માટે હાલના દિવસોમાં વીજળી મળતી નથી તો કેવી રીતે ગુજરાત વીજળીમાં પ્લસ છે. રાજ્યમાં હાલ બેજવાબદાર પ્રધાનઓ ગ્રુહમાં જવાબ આપતા હોય તો સરકાર પાસેથી સાચા આંકડા અને સાચો જવાબ મેળવવાનો અધિકાર કોંગ્રેસના ધારાસભ્યોને છે. પરંતુ અમે જવાબ માંગવાનો પ્રયત્નો કરીએ છીએ ત્યારે સરકાર જવાબ આપવાથી ભાગી રહી છે.

8 કલાકની જગ્યાએ માત્ર 4 કલાક જ વીજળી -તેમને વધુમાં કહ્યું કે આઠ કલાક વીજળી આપવાની વાત કરતી સરકાર ચાર કલાક વીજળી આપી શકતી નથી અને ખોટા વચનો આપી રહી છે તેથી આજે અમે પ્રશ્નોત્તરીકાળનો વિરોધ કરી ગૃહનો પ્રશ્નોત્તરી દરમિયાન ત્યાગ કર્યોં છે.

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની વાત કરી સરકાર ગેરમાર્ગે દોરી રહી -તેમણે ઉમેર્યું હતું કે યુક્રેન અને રશિયા વચ્ચે હમણાં 20 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે કોલસો તો છ મહિના પહેલા આવે અને છ મહિના પહેલાં વીજળીનું ઉત્પાદન થઈ જવું જોઈએ. પરંતુ સરકાર અત્યારે ગેરમાર્ગે દોરી રહી છે. પ્રધાનો અને અધિકારીઓના જવાબો અલગ અલગ છે. પ્રધાનની આવડત નથી એને જવાબદાર પ્રધાનો પાસેથી જવાબ મેળવવાનો કોંગ્રેસના ધારાસભ્યનો હક છે.
આ પણ વાંચોઃGujarat Assembly 2022: આ સરકારમાં વિધાનસભા તો વેચાઈ નહીં જાય ને?, વિરજી ઠુમ્મર

ABOUT THE AUTHOR

...view details