ગુજરાત

gujarat

ETV Bharat / state

શું કરે છે સરકાર ? ગુજરાતમાં 29,560 કરોડ GST ટેક્ષ વસુલાત બાકી ! - pending

ન્યૂઝ ડેસ્કઃ કેન્દ્ર સરકાર જ્યારથી GST સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાત રાજ્ય સરકારને કુલ 29,560.10 કરોડના GST ટેક્ષની વસૂલાત બાકી હોવાનો ખુલાસો વિધાનસભા ગૃહમાં સામે આવ્યો હતો.

pending

By

Published : Jul 12, 2019, 4:45 PM IST

વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછવામાં આવેલા પ્રશ્નોમાં સામે આવ્યું કે, જ્યારથી GST ટેક્સ અમલમાં આવ્યો છે, ત્યારથી રાજ્યમાં અનેક એકમો દ્વારા GST ટેક્સ ભરવામાં આવ્યો નથી. જેની કરોડો રૂપિયાથી પણ વધુ બાકી નીકળતી રકમ સામે આવી છે. પ્રશ્નોત્તરી દરમિયાન વિધાનસભાગૃહમાં રાજ્યની કુલ 29,560.10 કરોડની GST વસૂલાત બાકી હોવાનું રાજ્ય સરકારે કબુલ્યુ છે.

રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કરોડોની સેલટેક્ષ, વેટ અને GST વસુલાત બાકી છે. જેમાં રાજ્યના 48132 એકમોમાંથી 6993 એકમોને વસુલાત બાકી હોવાનું સામે આવ્યું છે. આ બાકી એકમો પાસેથી કુલ 29560.10 કરોડની વસુલાત બાકી છે. જેમાં સૌથી વધુ બરોડામાં 6341.20 કરોડની, કચ્છ 4569.60 કરોડ, સુરત 4250.60 કરોડની વસુલાત બાકી હોવાનું સામે આવ્યું છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details