ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022 ) પૂર્ણ થઈ છે. આચારસંહિતા પણ તારીખ 9 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ છે, ત્યારે રાજ્ય સરકારના નવા શપથ ગ્રહણ અને ઓફિસ ચાર્જ સંભાળ્યા બાદ ધીમે ધીમે સરકારીતંત્ર કામે લાગ્યું છે, ત્યારે જીપીએસસી દ્વારા જાહેર થયેલ વિવિધ સંરગોની પરીક્ષાની તારીખો જાહેર કરી (GPSC Exam Dates Announced) છે. જેમાં સાત પરીક્ષાનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત એક અને બે ની પરીક્ષાતારીખ 8 જાન્યુઆરી 2023 ના રોજ અને કાયદા અધિકારી જનરેટરની પરીક્ષા 22 જાન્યુઆરીના રોજ યોજાશે.
ક્યારે કઈ પરીક્ષા યોજવામાં આવશેગુજરાત વહીવટી સેવાવર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ- 2 ની પરીક્ષા જાન્યુઆરી 2023 ના રોજ યોજાશે. જે તારીખ 27 ડિસેમ્બર 2022 છે. તે દિવસે પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકાશે. કાયદા અધિકારી વર્ગ-2 શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની પરીક્ષા તારીખ 22 જાન્યુઆરી 2023 ના યોજાશે. જ્યારે પ્રવેશપત્ર ડાઉનલોડ જાન્યુઆરીના કરી શકાશે કિવેટર વર્ગ ત્રણ ગુજરાતી સેવા વર્ગ એક અને બે ની પરીક્ષા 22 જાન્યુઆરી 2023 ના રોજ યોજાશે. જે અંતર્ગત બેનું ડાઉનલોડ કોલ લેટર બાર જાન્યુઆરીએ અને ગુજરાત ઇજનેરી સેવાનું કોલ લેટર 11 જાન્યુઆરીએ ડાઉનલોડ કરી શકાશે.
હિસાબી વર્ગ અધિકારીની પરીક્ષાહિસાબી વર્ગ અધિકારીની પરીક્ષા પાંચ ફેબ્રુઆરી 2023 ના લેવાશે. જે 24 જાન્યુઆરી 2023 ના રોજ કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. જ્યારે આદર્શ નિવાસી શાળા આચાર્ય વર્ગ-2 અને GWSSB ઇજનેરી સેવા સિવિલ વર્ગ એક અને બે ની પરીક્ષા પાંચ ફેબ્રુઆરી 2023 ના રોજ યોજાશે. જે તારીખ 25 જાન્યુઆરી 2023 ના રોજ થી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.
ઓફિસિયલ વેબસાઈટપ્રવેશ પત્ર ઓફિસિયલ વેબસાઈટ(Official website of GPSC) પર જ મળશે. જીપીએસસી દ્વારા યોજાતી પરીક્ષાના કોલલેટર પરીક્ષાના થોડા દિવસ પહેલાં જાહેર કરવામાં આવે છે. ત્યારે કોલ લેટર જીપીએસસીની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જ ઉમેદવારો મેળવી શકે છે. આ માટે ઉમેદવારે પોતાને જે જગ્યા ઉપર ફોર્મ ભર્યું હોય તે જગ્યાનું નામ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ ટાઈપ કરવાથી નજર કોલ લેટર પ્રાપ્ત થઈ શકે છે.
નિમણૂક પત્ર એનાયતજાન્યુઆરીના અંત સુધીમાં જવાનોને નિમણુક પત્ર મળશે ભુપેન્દ્ર પટેલની જૂની સરકારે આવતાની સાથે જ 10,000 થી વધુ ગૃહ વિભાગમાં પોલીસ કર્મચારીઓની ખાલી જગ્યા માટેની જાહેરાત કરી હતી. ત્યારે તે તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ વિધાનસભાની ચૂંટણી આવતા પોલીસ જવાનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. ત્યારે હવે જાન્યુઆરી માસના અંત સુધીમાં અથવા તો 26 મી જાન્યુઆરીના દિવસે ગુજરાત પોલીસમાં સિલેક્ટ થયેલા જવાનોને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે.