રાજ્યની વિધવાબહેનોને સરકાર 500 રૂપિયા વધુ સહાય આપશે, મત્સ્યઉદ્યોગમાં શરતી લૉક ડાઉન પૂર્ણ - ગુજરાત પોલિસ
લૉક ડાઉન દરમિયાન માછીમારોને પણ દરિયામાં માછીમારી કરવા જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જેમાં આજે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરીને શરતી લૉક ડાઉન ખુલ્લું કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યની વિધવા બહેનોને સરકાર દ્વારા વધુ 500 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચીવ અશ્વિનીકુમારે કરી હતી.
ગાંધીનગર : સીએમઓ અશ્વિનીકુમારે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે રાજ્યના મત્સ્યોદ્યોગને આજથી મુક્તિ આપવામાં આવી છે. આજથી માછીમારોને એક ટોકન ઇશ્યુ કરવામાં આવશે ત્યાર બાદ તે દરિયો ખેડવા માટે જઇ શકશે. આ સાથે જ આજથી દરિયાછોરુ પોતાની ફુડ પ્રોસેસિંગ, કોલ્ડ ચેઇન, તેમજ ટ્રાન્સપોર્ટેશનની પણ પરવાનગી આપવામાં આવી છે, જ્યારે અમુક શરતોને આધીન મત્સ્યઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે સસ્તા અનાજમાં કટકી મારતાં 7 લોકો વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કરીને સરકારે તમામ આરોપીઓને જેલમાં મોકલ્યા છે.